ગુજરાત

રાજ્યના 49 PIની બદલી સાથે 55 PSIને પ્રમોશન

Published

on

રથયાત્રા પૂર્વે હથિયારી એકમના 104 પીઆઈ, પીએસઆઈને બઢતી બદલી અપાઈ


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા પૂર્વે પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો શરૂ કર્યા છે. જેમાં ગુજરાતના હથિયારી એકમના 49 પીઆઈની બદલી કરવામાં આવી છે. જ્યારે 55 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આમ એક જ દિવસમાં હથિયારી એકમના 104 પીઆઈ , પીએસઆઈને બઢતી અને બદલી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા ગઈકાલે સાંજે બદલી અને બઢતીનો હુકમ કરવામાં આવ્યો હતો.


ગુજરાતમાં રથયાત્રા બાદ પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો થશે તેવી અટકળો વચ્ચે રથયાત્રા પૂર્વે જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બઢતી અને બદલીના હુકમ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વિભાગનાં હથિયારી એકમના 104 પીઆઈ, પીએસઆઈને બઢતી અને બદલી આપવામાં આવી છે. જેમાં 49 પીઆઈની બદલી કરવામાં આવી છે. જ્યારે 55 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. હથિયારી એકમના પીઆઈ અને પીએસઆઈની બઢતી બદલીમાં રાજકોટ જૂથ-13 ઘંટેશ્ર્વરમાં ફરજ બજાવતાં પીઆઈ એમ.આર.ઝાલાને દેવભૂમિ દ્વારકા ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને જૂથ-20ના વિરમગામના પીઆઈ બી.બી.પરમાર અને પંચમહાલના એમ.ડી.કોરડીયાને જૂથ-1 ઘંટેશ્ર્વર ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ જૂથ-13ના ઘંટેશ્ર્વરના ડી.આર.વંશને ગીર સોમનાથ મુકવામાં આવ્યા છે. જ્યારે ઈન્ટેલીજન્સમાંથી ડી.બી.પરમારને જૂથ-13 ઘંટેશ્ર્વર ખાતે મુકવામાં આવ્યા છે. પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બઢતી પામેલામાં જૂથ-4 પાવડીના સંજયકુમાર શિવસિંહ બારીયાને પીઆઈ તરીકે બઢતી સાથે રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે. તેમજ જૂથ-16 ભચાઉના મહેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણને બઢતી સાથે પીઆઈ તરીકે જૂથ-13 ઘંટેશ્ર્વર ખાતે મુકવામાં આવ્યા છે. ઉપરાંત મરીન ટાન્સક ફોર્સ અને ચેતક કમાન્ડોમાં પણ પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version