Site icon Gujarat Mirror

દ્વારકેશ પાર્કમાં આશાસ્પદ યુવાનનું વીજશોકથી મોત

ધો.12નો અભ્યાસ પૂર્ણ કર્યો’તો : લાઈટના પ્લગમાંથી એલઈડી કાઢવા જતાં કરંટ લાગ્યો

શહેરના રૈયા રોડ પર આવેલા દ્વારકેશ પાર્કમાં આશાસ્પદ યુવાનનું વિજશોક લાગતાં મોત નિપજ્યું હતું. યુવાન રાત્રિના સમયે લાઈટના પ્લગમાંથી એલઈડી કાઢવા જતાં વીજ કરંટ લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા દ્વારકેશ પાર્ક શેરી નં.6માં રહેતો દિપક ચેતનભાઈ કાકુ (ઉ.20) નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાના ઘરે લાઈટના પ્લગમાંથી એલઈડી કાઢવા જતાં અચાનક વીજ શોક લાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ અહિં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દિપક બે ભાઈમાં નાનો અને તેના પિતા કારખાનેદાર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકે તાજેતરમાં જ ધોરણ 12 અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે.

Exit mobile version