ગુજરાત
સુરેન્દ્રનગરની મહિલા આઈટીઆઈની ફેશન ડિઝાઈન ટેક્નોલોજીની આશાસ્પદ તાલીમાર્થીનું હાર્ટએટેકથી મોત
જન્મદિવસના બે દિવસ પહેલાં જ મૃત્યુ નીપજતા શોક, પિતાએ પુત્રી માટે બાઈકનું બુકિંગ પણ કરાવ્યું હતું
સુરેન્દ્રનગર મહિલા આટીઆઈટીની ફેશન ડિઝાઈન ટેક્નોલોજીની આશાસ્પદ તાલીમાર્થીનું તા. 28-10-2024ના રોજ હૃદયરોગના હુમલોથી અવસાન થતા શોકની લાગણી ફેલાઇ હતી. આ દુ:ખદ બનાવને લઈ સંસ્થામાં શોકસભા યોજાઈ હતી અને સમગ્ર સ્ટાફે તાલીમાર્થીના ઘેર જઈ શોક સંદેશ પાઠવ્યો હતો. ફેશન ડિઝાઈન ટેક્નોલોજીમાં પ્રથમ નંબરે તા.26 ઓક્ટોબરે જ સન્માન કરાયું હતું મૂળ વઢવાણ તાલુકાના અને હાલ વઢવાણ નવા 80 ફૂટ રોડ ઉમીયા ટાઉનશીપમાં રહેતા સેવાભાવી રોજાસરા મનસુખભાઈ લાલજીભાઈ આર્મીમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા. હાલ તેઓ રેલવેમાં ફરજ બજાવી રહ્યા છે.
દંપતીને સંતાનમાં સૌથી મોટી દીકરી 25 વર્ષના પ્રિયાબેન અને 22 વર્ષના કાર્તિકભાઈ છે. સૌથી મોટી દીકરી ભણીગણીને ઉચ્ચકક્ષાએ પહોંચે તેવા પિતાના સ્વપ્ન હતા. આથી મનસુખભાઈએ પ્રિયાબેનને એમએમકોમ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. ત્યારબાદ પ્રિયાબેનને ફેશન ડિઝાઈન ટેક્નોલોજીમાં રૂૂચિ દાખવતા સુરેન્દ્રનગરની મહિલા આઇટીઆઇમાં એક વર્ષનો આ કોર્ષ પૂર્ણ કર્યો હતો. પરંતુ તા. 28-10-2024ના રોજ બપોરના સમયે પ્રિયાબેન પોતાના ઘરે સૂતા હતા. ત્યારે સાંજના સમયે પરિવારે પ્રિયાબેનને જગાડતા ઊઠ્યા ન હતા. આથી પરિવારજનોએ ઘરે ડોકટર બોલાવીને તપાસ કરાવતા તબીબે પ્રિયાબેનને મૃત જાહેર કર્યા હતા. જેમાં પ્રિયાબેનનું મોત હૃદયરોગના હુમલાથી થયાનું બહાર આવ્યું હતું.
જિલ્લાની આશાસ્પદ તાલીમાર્થીનું અવસાન થતા મહિલા આઈટીઆઈ તેમજ પરિવાર અને શહેરમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ દુ:ખદ બનાવને લઈ સંસ્થામાં શોકસભા યોજાઈ હતી અને સમગ્ર સ્ટાફે તાલીમાર્થીના ઘેર જઈ શોક સંદેશ પાઠવ્યો હતો. દીકરીનું સ્પપ્ન પોતાનો બિઝનેસ શરૂૂ કરવાનો હતો આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું કે, પ્રિયાબેને એમકોમ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેઓ સરકારી નોકરી ઇચ્છતા ન હતા. આથી પોતાનો બિઝનેસ શરૂૂ કરીને જીંદગીમાં આગળ આવવા માંગતા હતા. આથી જ તેઓએ મહિલા આઈટીઆઈમાં ફેશન ડિઝાઈન ટેક્નોલોજીના કોર્ષની પસદંગી કરી હતી. આજે પ્રિયાનો જન્મદિવસ હતો પિતાએ દિકરી માટે બાઇકનું પણ બુકિંગ કરાવ્યું હતું. પ્રિયાબેનને બાઇક ચલાવવાનો પણ શોખ હતા. પ્રિયાબેનને જન્મદિવસ પણ તા. 31-10-2024ના રોજ ઉજવવાની તૈયારીઓ પરિવારે કરી હતી.