Site icon Gujarat Mirror

ગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યા

શહેરના ભુવનેશ્વરી રોડ ઉપર આવેલી એમ.બી.કોલેજ નજીક ખાણી પીણીની રેંકડીઓના દબાણોના કારણે કોલેજ નજીક વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. કોલેજમાં જતા આવતી વિદ્યાર્થીનીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

કોલેજ નજીક રેકડીઓને કારણે ચાલવું મુશ્કેલ બન્યું છે. અધુરામાં પુરૂં લારીએ આવતા ગ્રાહકોના વાહનો પણ રસ્તા પર આડેધડ ખડકાયા હોય અને જાણે કોઇ કહેનાર કે પુછનાર ન હોય તેમ ટ્રાફીક સમસ્યા સર્જાય છે. દિવસ દરમ્યાન વારંવાર આવી સ્થિતિ સર્જાય છે. નગરપાલિકા તંત્ર કે પોલીસ તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે કંઇક કરે તો આમ જનતા વિદ્યાર્થીનીઓને રાહત થાય.

Exit mobile version