Site icon Gujarat Mirror

45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશે

1.50 લાખ બાકી જીયો ટેગિંગ સહિતનો સર્વે કરવા પાર્ટ ટાઇમ માણસો રાખી ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરાશે

રાજકોટ શહેરમા મનપાની હદમાં આવેલ 5.30 લાખથી વધુ મિલકતોનો તમામ બાયોડેટા એક ક્લિકથી ઉપલબ્ધ થાય તે હેતુથી મનપાએ તમામ મિલકતોનું જીઓ ટેગીંગ કરવા માટે એજન્સીને કામ સોંપેલ પરંતુ એજન્સીએ 70% કામ કરી હાથ ઉચા કરી દેતા હવે મનપા જીઓ ટેગીંગ માટે નવી એજન્સીને કામ આપવાનું ટેન્ડર પ્રસિધ્ધ કર્યુ છે. સાથોસાથ તમામ ઘરનો સર્વે કરી ભૂતિયા નળ જોડાણો દૂર કરી બાકી રહી ગયેલા નળ જોડાણોને વેરા બિલમાં ઇનવર્ડ કરવવા સહિતની કામગીરી માટે ત્રણેય ઝોનમાં ફોજ ઉતારશે તેમ જાણવા મળેલ છે.

મનપાના વેરા વિભાગ માથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ શહેરમાં આવેલ અંદાજે 5.30 લાખ મિલકતોનું લોકેશન તથા બાંધકામની વિગત અને નળ જોડાણ ડ્રેનેજ સહિતના કનેકશનો અંગેની સંપૂર્ણ માહિતી એપ્લીકેશન ઉપર એક ક્લિકથી જાણી શકાય તે માટે બાયોડેટા તૈયાર કરવા જીઓ ટેગીંગની કામગીરી એજન્સીને આપવામાં આવી હતી. એજન્સી દ્વારા 70% કામગીરી પૂર્ણ કર્યા બાદ અનેક બેદરકારીઓ સામે આવતા આ એજન્સીને નોટિસ આપવામાં આવેલ ત્યારબાદ ઘણા સમયથી કામ બંધ થયેલ છે.

તેવી જ રીતે નિયત કરેલ નળ કનેકશનો મારફતે આપવામાં આવતુ પાણી ઉપરાંત વધારાનુ પાણી વેડફાય જતુ હોવાથી આજસુધી બંધ રહેલ ભૂતિયા નળ જોડાણો શોધવાની કામગીરી પણ એજન્સીના મારફતે કરવામાં આવશે. ડોર ટુ ડોર સર્વે દરમિયાન 45000થી વધુ ભૂતિયા નળ જોડાણો બહાર આવવાની શકયતા જોવાઇ રહી છે. હાલ તંત્ર દ્વારા એજન્સીની માણસો મારફતે ત્રણથી ચાર માસમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં વર્ષો પહેલા નળ જોડાણો નામ અને શેરી નંબરના આધારે આપી દેવામાં આવતા હતા અને આ કામગીરી મેન્યુઅલ થતી હતી. ત્યારબાદ સંપૂર્ણ કાર્યવાહી કોમ્પ્યુટર રાઇઝડ થઇ જતા તેમજ અલગથી આવતા પાણી વેરા બિલનો મિલકત વેરા બિલમાં સમાવેશ થઇ જતા મન્યુઅલી નોંધવામાં આવેલ નળ જોડાણોનું વેરા બિલમાં લિકઅપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ પરંતુ જૂના ચોપડાઓ રદી થઇ જતા તેમજ વખતો વખત વોર્ડ રચનામાં ફેરફારો થતા અને જૂની પ્રોપર્ટીઓનું મોટા પાયે વેચાણ થઇ જતા અનેક નળ જોડાણો આજે પણ મળી શકયા નથી.

તેવી જ રીતે અનેક રાજકીય ઓથ ધરાવતા અને બાહુબલીઓએ ડબલ કનેકશનો તેમજ ભૂતિયા નળ જોડાણો લઇ લીધે છે. જેના લીધે પાણીનો લોસ વધુ જોવા મળ્યો છે. આથી આપ્રકારના ભૂતિયા નળ જોડાણો માટે સ્પેશયલ કામગીરી ન કરી પડે તે હેતુથી જીઓ ટેગીંગ કરનાર એજન્સીને ડોર ટુ ડોર સર્વે દરમિયાન નળ જોડાણો ચેક કરવાની વધારાની કામગીરી પણ સોંપવામાં આવી છે.

મનપાને ધાર્યુ પરિણામ મળે તેવી સંભાવના નહીંવત

મનપા દ્વારા શહેરની તમામ મિલકતનો સર્વે કરી બાકી રહેલ મિલકતોનું જીઓ ટેગીંગ કરનાર એજન્સીને કામ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથોસાથ ભૂતિયા નળ જોડાણો શોધવાની કામગીરી પણ એજન્સીના માણસો દ્વારા કરવામાં આવનાર છે. પરંતુ આ કામગીરીમાં કડકાઇ વાપરવામાં નહીં આવે તેમ જાણવા મળેલ છે. એજન્સીના માણસો ડોર ટુ ડોર ચેકિંગ દરમિયાન મિલકત માલિકને ફકત પૂછશેકે તમારા ઘરમાં નળ કનેકશન છે કે નહીં જેનો જવાબ ઘરધણી ખોટો આપશે તો તેઓએ લીધે ભૂતિયુ નળ જોડાણ પકડી શકાસે નહીં આમ ફકત પૂછપરછ કરી ભૂતિયા નળ જોડાણો શોધવાની કામગીરીનું ધાર્ય પરિણામ મળે તેમ લાગતું નથી. તેવુ ખુદ તંત્ર કઇ રહ્યું છે.

 

Exit mobile version