અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન
પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કીટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સકિટ હાઉસોના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અમદાવાદની મેક વે કંપનીએ ત્રણેય સર્કિટ હાઉસનો કબજો સંભાળ્યો છે. 16 માર્ચથી કંપનીએ સોમનાથ સકિટ હાઉસનું સંચાલન શરૂૂ કરી પોતાનો સ્ટાફ પણ નિયુક્ત કર્યો છે અગાઉના ભાડામાં બમણા કરતા પણ વધારો.ખાનગી સંચાલન શરૂૂ થતા જ રૂૂમના ભાડામાં ભારે વધારો નોંધાયો છે. હાલ VVIP રૂૂમ માટે ₹7100, VIP રૂૂમ માટે 6200 અને ડિલક્સ રૂૂમ માટે ₹4200 સુધીના દર નક્કી કરાયા છે. અગાઉ, સરકારના સંચાલન હેઠળ આ રૂૂમોનું ભાડું આશરે 2800 જેટલું હતું. તહેવારો અને પ્રવાસી સિઝનમાં આ દરોમાં વધુ વધારો થવાની સંભાવના છે.
જેના કારણે સામાન્ય યાત્રિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે 30.55 કરોડના ખર્ચે બન્યું, પીએમ મોદી દ્વાર 2022માં લોકાર્પણ 3 VVIP સ્યુટ અને લગભગ 10 VIP રૂૂમ અનામત સૂત્રો એ પણ જણાવે છે કે સકિટ હાઉસમાં 3 VVIP સ્યુટ અને લગભગ 10 VIP રૂૂમ રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહેમાનો માટે અનામત રાખવા માટે એક જઘઙ (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવી રહી છે સકિટ હાઉસના ખાનગીકરણથી ચર્ચાઓ તેજ. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે બનાવાયેલું આ સરકારી અતિથિ ગૃહ હવે મોંઘું બનતા સામાન્ય લોકોની પહોંચની બહાર જતું હોવાની લાગણી ઉદભવી રહી છે. ખાનગીકરણથી સુવિધાઓમાં સુધારો થશે કે સામાન્ય યાત્રિકો પર આર્થિક બોજ વધશે, તે અંગે ચર્ચાઓ તેજ બની છે.
નાણાકીય ખાધને પહોંચી વળવા સરકારે લીઝ મોડેલ અપનાવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સકિટ હાઉસના સંચાલનમાં દર મહિને ₹7 થી 8 લાખ જેટલો ખર્ચ થતો હતો, જ્યારે આવક માત્ર ₹2 થી ₹2.5 લાખ જેટલી હતી. આ નાણાકીય ખાધને પહોંચી વળવા સરકારે લીઝ મોડેલ અપનાવ્યું છે. અમદાવાદની મેક વે કંપનીએ આ સર્કિટ હાઉસને અંદાજે ₹80 લાખ વાર્ષિક ભાડે સંભાળ્યું હોવાનું જાણવા મળે છે.

