મોરબી તાલુકાના લીલાપર ગામથી વીરપરને જોડતો 8 કિલોમીટર રોડ ચાર મહિના પૂર્વે બનીને તૈયાર થઇ ગયો છે જે નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ શરુ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવતા હોબાળો મચી ગયો છે એક તરફ સરકારનો નવો બનેલો રોડ તોડી નાખવામાં આવ્યો છે તો બીજી તરફ સરકારી અધિકારીઓ હાલ રજા ઉપર હોય અને સંભવિત વેકેશન માણી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામથી ટંકારા તાલુકાના વીરપર ગામને જોડતો 8 કિમી રોડ 16 કરોડના ખર્ચે જીલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો હતો હજુ તો ચાર માસ પૂર્વે રોડનું કામ પૂર્ણ થયું છે અને રોડ ગ્રામજનો માટે ખુલ્લો મુકાયો છે ત્યારે હાલ નવો રોડ તોડી બીમ કોલમ ઉભા કરી દઈને ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું સરકારી નવો બનેલો રોડ તોડી નાખવામાં આવ્યો છે પરંતુ જીલ્લા પંચાયતના એન્જીનીયર હાલ રજા પર હોવાનું જાણવા મળી રહ્યું છે અને સાહેબ રજની મજા માણી રહ્યા છે અને નવો 16 કરોડના ખર્ચે બનેલા રોડની કોઈ ખાનગી માલિકે પથારી ફેરવી નાખી છે આ ખાનગી બાંધકામ અંગે જગ્યાની માલિકી ધરાવતા વ્યક્તિએ કાઈપણ બોલવાની ના પાડી દીધી હતી.
ખાનગી જગ્યા હતી, સહમતી લીધા બાદ કામ શરુ કર્યું હતું : વીરપર સરપંચ
વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખીયાએ જણાવ્યું હતું કે જે રોડ બનાવવામાં આવ્યો છે તે મંજુર થયો ત્યારે બાયપાસની જોગવાઈ ના હતી અને રસ્તો ગામમાંથી પસાર થતા ભારે વાહનોને કારણે સમસ્યા અંગે તંત્રને જાણ કરી હતી જેથી બાયપાસ માટે જોગવાઈ કરતા ખાનગી માલિકીની બિનખેતી થયેલી જગ્યા જે બિનખેતી + એપ્રોચ રોડ હતી તે માલિકની જીલ્લા પંચાયત અધિકારીઓ સાથે મીટીંગ કરી સહમતી લીધા બાદ રોડનું કામ કરવામાં આવ્યું હતું અને રોડનું કામ થયા બાદ સહમતી આપી તેથી વધુ જગ્યા લીધી હોવાથી વિવાદ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે આ અંગે અધિકારી સાથે ટેલીફોનીક ચર્ચા થઇ છે અને રસ્તો કાઢશું તેવી અધિકારીઓ જણાવી રહ્યા છે તેમ પણ સરપંચે અંતમાં જણાવ્યું હતું
