ગુજરાત
રાજકોટ જેલમાં કેદીઓએ કર્યા ‘યોગ’
આર્ટ ઓફ લીવિંગ નામની સંસ્થાના પાંચ ટ્રેનર દ્વારા બંદીવાનોને યોગ-પ્રાણાયમ કરાવ્યા
જેલમાં બંધ કેદીઓની સલામતી ની જાળવણી કેદીઓના જનજીવન દરમ્યાન તેમના માનસિક પરિવર્તન માટે તંદુરસ્તી માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જેલમાં બંધ કેદીઓ માટે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની જેલોના વડા પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન.રાવ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ અધિક્ષક રાઘવ જૈન ના નેતૃત્વ હેઠળ ધ આર્ટ ઓફ લિવિંગ રાજકોટની સંસ્થાના કુલ-05 યોગ ટ્રેનર દ્વારા તા.23/10/2024 થી તા.26/10/2024 સુધી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ બંદીવાનો માટે યોગ/પ્રાણાયામ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં બહોળી સંખ્યામાં બંદિવાનો હાજર રહી ઉત્સાહપૂર્વક યોગ/પ્રાણાયામ અને ધ્યાન શિબિરનો લાભ લીધો હતો.આ કાર્યક્રમ દરમ્યાન જેલની શિસ્ત અને સલામતીને બાધ ન આવે તે રીતે સુચારૂૂરૂૂપે આયોજન કરવામાં આવ્યું હતુ.