શહેરમાં ગેરકાયદે હથીયારો સામે પીસીબીની ટીમે શરૂૂ કરેલ ઝુબેશ અંતર્ગત બે દેશી પિસ્તોલ, જીવતા કાર્ટીસ સાથે બે વેપારીને ઝડપી લીધા હતા. બાલભવન પાસેથી નહેરૂૂનગરના શખ્સને પિસ્તોલ, કાર્ટીસ સાથે ઝડપી લીધા બાદ તપાસમાં હાથીખાના અને સાવરકુંડલાના બે શખ્સના નામ ખુલ્યા હતાં. જેમાંથી હાથીખાનાના શખ્સને પણ રેસકોર્ષમાંથી પિસ્તોલ-કાર્ટીસ સાથે દબોચી સાવરકુંડલાના શખ્સની શોધખોળ શરૂૂ કરી છે.
પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએસઆઇ ઘનશ્યામસિંહ ચૌહાણ, અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમીને આધારે બાલભવન ગેઇટ પાસેથી રૈયા રોડ નહેરૂૂનગર મેઇન રોડ, ફલોર મીલની બાજુમાં રહેતા અને લાખાજીરાજ રોડ પર રેડીમેઇડ લેડીઝ ડ્રેસીઝની દુકાન ચલાવતા યાકીબ સિકંદરભાઇ મામટી (ઉ.વ.37-)ને દેશી બનાવટની પિસ્તોલ રૂૂા. 25 હજારની અને રૂૂા. 900ના 9 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.
યાકીબને અગાઉ તેના જુના મિત્ર સાથે તકરાર ચાલતી હોઇ મિત્ર તેના સ્ટેટસમાં ડાયલોગ મુકતો હોઇ તેના કારણે ડર લાગતાં આ હથીયાર રાખ્યું હતું. આ પિસ્તોલ તેણે હાથીખાના મેઇન રોડ ચિરાગ પાન સામે આર્ય સમાજ રોડ પર રહેતાં મિત્ર અરબાઝ ઉર્ફ ફિરોઝ મારફત સાવરકુંડલાના અકીલ સૈયદ પાસેથી લીધાનું કબુલ્યું હતું.પુછપરછમાં અરબાઝનું નામ ખુલ્યું હોય પીસીબી ટીમે રેસકોર્ષ પાસેથી લાખાજીરાજ રોડ પર કપડાની દુકાન ચલાવતા અરબાઝ ઉર્ફે ફિરોઝ અમીનભાઇ કાઝી (ઉ.વ.28)ને પણ ઝડપી લઇ તેની પાસેથી 25 હજારની પિસ્તોલ અને 200ના બે જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતાં. આ બંનેને હથીયારો સાવરકુંડલાના અકીલ વલીભાઇ સૈયદે આપ્યાનું ખુલતાં અકીલની શોધખોળ થઇ રહી છે.
તપાસમાં જાણવા મળ્યું કે, અરબાઝ અગાઉ ક્રાઈમ બ્રાંચ, કુવાડવા પોલીસમાં અલગ અલગ બે ગુનામાં અને અકીલ સાવરકુંડલામાં મારામારી, હત્યા, પ્રીઝન એક્ટના ત્રણ ગુનામાં સંડોવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીસીબીના પી.આઈ એમ.આર.ગોંડલીયા અને તેમની ટીમના પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, અનીલભાઇ સોનારા, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂૂપાપરા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજાએ કામગીરી કરી છે.
