વડાપ્રધાન મોદી તા.7મી માર્ચે ગુજરાતના પ્રવાસે, સુરત-નવસારીમાં બે કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાતની મુલાકાત છે.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાતની મુલાકાત છે. જેમાં તેઓ સુરત તથા નવસારીમાં આવવાના છે અને લિંબાયત ખાતે કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ કાર્યક્રમનું આયોજન પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે છે. જ્યારે નવસારી ખાતે એક મહિલા સંમેલનમાં વડાપ્રધાન હાજરી આપનાર છે.

મળતી માહિતી મુજબ લિંબાયતમાં તેઓ વૃદ્ધ સહાય પેન્શન યોજનાના લાભાર્થીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાં 7 માર્ચ સાંજના 5 વાગ્યે લિંબાયત વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના આગમનને લઈને અત્યારથી જ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ભાજપના અન્ય મોટા નેતાઓ પણ જોડાશે તેવી સંભાવના છે.

આ સાથે જ સાંજે કાર્યક્રમ સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદી સુરતમાં જ રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. બીજી તરફ વડાપ્રધાન મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાત મુલાકાત છે. જેમાં તેઓ લિંબાયત ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધ સહાય પેન્શન યોજનાના લાભાર્થીઓના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે અને રાત્રિ રોકાણ તેઓ સુરતમાં જ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.