રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખનું સરપ્રાઇઝ ચેકિંગ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા એ આજે રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ શાખા, ICDS (મહિલા અને બાળ વિકાસ),આરોગ્ય, હિસાબી,…

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા એ આજે રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ શાખા, ICDS (મહિલા અને બાળ વિકાસ),આરોગ્ય, હિસાબી, પશુપાલન, સમાજ કલ્યાણ,શિક્ષણ શાખા, ખેતીવાડી શાખા સહિતના તમામ મહત્વના વિભાગોનું સરપ્રાઈઝ ચેકિંગ કરી તમામ વિભાગોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.

અને તમામ અધિકારી અને કર્મચારીઓને સમયસર આવવા અને નિષ્ઠા પૂર્વક કામગીરી કરવા અને તમામ શાખાઓમાં સ્વચ્છતા જાળવવા કડક શબ્દોમાં સૂચનાઓ આપી હતી અને ગેરહાજર રહેલા કર્મચારીઓને લેખિતમાં તાકીદ કરવામાં આવી હતી. પ્રમુખે દરેક શાખામાં ચાલી રહેલી વિવિધ વિકાસ લક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓ તથા કર્મચારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ્ય જનતા લક્ષી યોજનાઓને વેગ આપવા, ગુણવત્તા જાળવવા અને તમામ કામોને સમયસર પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, દંડક અમરશીભાઈ ચૌહાણ, સદસ્ય લાલજીભાઈ તળાવિયા, જસ્મીનભાઈ પીપળીયા, સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઈ મેર તથા નાથાભાઈ વાસાણી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખે આગળ જણાવ્યું હતું કે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગોએ સંકલિત અને ત્વરિત ગતિએ કામગીરી કરવી જરૂૂરી છે. નિયમિત સમીક્ષા બેઠકો દ્વારા અડચણો દૂર કરીને ગ્રામ્ય જનતા ના છેવાડા ના માનવી સુધી સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવશે.