Site icon Gujarat Mirror

નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારી શરૂ, પંચે તૈયારીની કરી સમીક્ષા

રાજ્યમાં ટૂંક સમયમાં જ 78 નગરપાલિકા માટે ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે ત્યારે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી અંગેનો કાર્યક્રમ પણ જાહેર થાય તેવી પણ શક્યતા છે આજે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણ દ્વારા રાજ્યોના કલેકટરો સાથેે વિડીયો કોન્ફરન્સસ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયત ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાની પાંચ જેટલી નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે જેમાં ભાયાવદર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાશે જેને લઇ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા નોડલ ઓફિસરો સાથે એક વિડીયો કોન્ફરન્સ નો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદી તેમજ ઇવીએમ ચૂંટણીની તૈયારીઓ અંગેની માહિતી મેળવી હતી આ વિડિયો કોન્ફરન્સમાં અધિક કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

Exit mobile version