ગુજરાત
પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશનના કાયદાનો સંચાલકો દ્વારા મૌન રેલી કાઢી વિરોધ
પ્રી-સ્કુલના રજીસ્ટ્રેશન માટે સરકારના નવા આકરા નિયમોનો વિરોધ તથા સુધારાના ભાગરૂપે સરકાર પાસેથી હકારાત્મક પ્રતિસાદ નહી મળતા સંચાલકો દ્વારા જિલ્લા કક્ષાએ ગાંધી ચિંધ્યા રાહે મૌન રેલી યોજી અને પ્લેકાર્ડ બતાવી માંગણીનો યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. રાજકોટમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા બહુમાળી ભવન ચોક રેસકોષથી મહિલા પોલીસ હેડ કવાર્ટર સુધી રેલી કાઢી આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો.