ગુજરાત
પ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆત
ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન (ૠઈંઙજઅ) દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.
આ મુદ્દે જામનગર પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા 3 ડિસેમ્બર, 2024ના રોજ ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં જામનગરના તમામ પ્રિ-સ્કૂલ સંચાલકો ભાગ લેશે. આ દિવસે જામનગરમાં તમામ પ્રિ-સ્કૂલ બંધ રહેશે.પ્રિ-સ્કૂલ સંચાલકોની માંગ છે કે, સરકાર આ નિયમોમાં ફેરફાર કરીને પ્રિ-સ્કૂલ શિક્ષણને સરળ અને સસ્તું બનાવે આ નિયમોમાં (બીયુ)બિલ્ડિંગ પરમિટ, ભાડા કરાર અને ટ્રસ્ટ નોંધણી જેવા મુદ્દાઓ સામેલ છે, જેને લઈને પ્રિ-સ્કૂલ સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે જામનગર પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ૠઈંઙજઅના પ્રતિનિધિઓનું કહેવું છે કે, સરકારનો આ નિર્ણય સ્વાગતપાત્ર છે, પરંતુ નવા નિયમોમાં કેટલીક વિસંગતતાઓ છે જેના કારણે પ્રિ-સ્કૂલ સંચાલકોને મુશ્કેલી પડી રહી છે. જેમ કે, નવા નિયમોમાં મકાન માલિકી અંગેની શરતો ખૂબ કડક છે. જેના કારણે ઘણા પ્રિ-સ્કૂલ સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં. આ ઉપરાંત, ભાડાના કરાર અંગેના નિયમો પણ ખૂબ જ કડક છે.
પ્રિ-સ્કૂલ સંચાલકોનું માનવું છે કે, આ નિયમોને લીધે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થઈ શકે છે.
જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે. તેમજ ઘણી મહિલાઓની રોજગારી પણ જોખમમાં મુકાશે.પ્રિ-સ્કૂલ સંચાલકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નવા નિયમોમાં ફેરફાર કરવાની જરૂૂર છે. જેથી કરીને પ્રિ-સ્કૂલો સરળતાથી નોંધણી કરાવી શકે અને નાના બાળકોને સારું શિક્ષણ મળી શકે.પ્રિ-સ્કૂલ સંચાલકોની મુખ્ય માંગો છે કે, મકાન માલિકી અંગેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે, ભાડાના કરાર અંગેના નિયમોમાં સરળતા આપવામાં આવે અને પ્રોપરાઇટરશિપ અથવા ભાગીદારી ના ઓપ્શનને પણ મંજૂરી આપવામાં આવે.
પ્રિ-સ્કૂલો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વના છે. પ્રિ-સ્કૂલમાં બાળકોને શિક્ષણ ઉપરાંત સામાજિક કુશળતા, સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસ જેવી અન્ય ઘણી બધી કુશળતા શીખવા મળે છે. સરકારે પ્રિ-સ્કૂલ સંચાલકોની રજૂઆતોને ગંભીરતાથી લેવી જોઈએ અને નવા નિયમોમાં જરૂૂરી ફેરફાર કરવા જોઈએ. જેથી કરીને પ્રિ-સ્કૂલો સરળતાથી નોંધણી કરાવી શકે અને નાના બાળકોને સારું શિક્ષણ મળી શકે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ નવા નિયમોના કારણે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થવાની સ્થિતિમાં છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. આ ઉપરાંત, આ નિયમોને કારણે પ્રિ-સ્કૂલ શિક્ષણ મોંઘુ બનશે અને સામાન્ય માણસ માટે પ્રિ-સ્કૂલ શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે.