ગુજરાત
પોરબંદરમાં ત્રણ દિવસ પૂર્વે એસિડ પી લેનાર પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો
તાલાળાના કુસીયા ગીર ગામે યુવકને એક શખ્સે લાકડી વડે માર માર્યો
પોરબંદરમાં ખોજા ખાના પાસેથી ત્રણ દિવસ પૂર્વે એસીડ પીધેલી હાલતમાં મળી આવેલા પ્રોઢે રાજકોટ સારવારમાં દમ તોડતા ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદર ખોજા ખાના પાસે ત્રણ દિવસ પૂર્વે મનીષભાઈ હરિભાઈ વાઘેલા નામના 47 વર્ષના પ્રૌઢ એસિડ પીધેલી હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં તાલાલાના કુસીયા ગીર ગામે રહેતા દિવ્યેશ બાબુભાઈ વાઢેર નામનો 23 વર્ષનો યુવાન પોતાના ગામમાં હતો. ત્યારે માલદેભાઈ નામના શખ્સે લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.