Site icon Gujarat Mirror

હાલારમાં વીજતંત્ર દ્વારા ડીસ કનેક્શન ડ્રાઈવ, 4673 વીજજોડાણો કપાયા

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે બાકી રોકાતા વીજ બિલ ના નાણા ની વસૂલાત અન્વયે ગઈકાલે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ 4673 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. જેમના નાણા બાકી હોય તેવા ગ્રાહકો સામે આજે ખાસ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, અને તેના માટે બંને જિલ્લામાં કુલ 365 ટુકડી ને ઉતારવામાં આવી હતી, અને મોટી રિકવરી કરવાની બાકી રહે છે.

મળતી માહિતી અનુસાર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં કુલ 42,622 વીજ જોડાણોમાં રૂૂ. 20.35 કરોડની રકમ બાકી છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત બંને જિલ્લાના તમામ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના સ્ટાફ દ્વારા મહત્તમ સંખ્યામાં ટીમો ઉતારીને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં ફક્ત વીજ જોડાણ કાપવાની જ કાર્યવાહી કરવામાં આવી હતી , રિકવરી કરવાની ન હતી.

જામનગર જિલ્લા માટે 266 ટિમો જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 99 ટીમો ફાળવવામાં આવી હતી જેમાં ગઈકાલે 4673 વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા.અને રૂૂ.388 .89 લાખ ની પીજીવીસીએલ દ્વારા વસૂલાત કરવામાં આવી હતી.જ્યારે કપાયેલા જોડાણો માંથી 1,932 વિજ જોડાણો પુન: આપવામાં આવ્યા હતા.જે માટે રૂૂ. 82.37 લાખ ની વસૂલાત થવા પામી હતી.આમ આજે એક જ દિવસ માં કુલ રૂૂ.388 લાખ ની વીજ કંપની ને આવક થવા પામી છે.

Exit mobile version