પહેલાં જ વરસાદમાં 12,000 કરોડના દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર ખાડા

212 કિમી લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે, જેને ફ્લેગશિપ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે સિઝનના પહેલા નોંધપાત્ર વરસાદ પછી યુપીના શામલીમાં બે મોટા ખાડા પડી ગયા…

212 કિમી લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે, જેને ફ્લેગશિપ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે સિઝનના પહેલા નોંધપાત્ર વરસાદ પછી યુપીના શામલીમાં બે મોટા ખાડા પડી ગયા છે. દિલ્હીના એક વેપારીએ જણાવ્યું કે, “અમે ભાગ્યશાળી હતા કે અમારું વાહન પલટી ગયું નહીં. તે લગભગ 1.5 ફૂટ ઊંડા અને લગભગ 3.5 ફૂટ પહોળા હતાં.” એક વીડિયોમાં, તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે ક્ષતિગ્રસ્ત પટ્ટામાંથી પસાર થતી વખતે ચારથી પાંચ વાહનોનું સંતુલન ખોવાઈ ગયું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે “ઓછામાં ઓછી બે કારના એલોય વ્હીલ્સ વળેલા હતાં.’ મસૂરી જઈ રહેલા ઉસ્માન નામના આ વેપારીએ રસ્તા પર થોભીને અન્ય વાહનચાલકોને ચેતવણી આપી હતી.