બિહારમાં દાનની આડમાં 6000 કરોડની હેરાફેરી : બે પક્ષો રડારમાં

રાજકીય પક્ષોને દાનની આડમાં કથિત કરચોરીનો એક મોટો કેસ આવકવેરા વિભાગે શોધી કાઢ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દાતાઓ પાસેથી કેટલાક અજાણ્યા રાજકીય પક્ષો…

રાજકીય પક્ષોને દાનની આડમાં કથિત કરચોરીનો એક મોટો કેસ આવકવેરા વિભાગે શોધી કાઢ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દાતાઓ પાસેથી કેટલાક અજાણ્યા રાજકીય પક્ષો દ્વારા બેંકો દ્વારા દાન એકત્રિત કરવામાં આવ્યું હતું, અને 90 ટકા સુધીની રકમ પાછળથી રોકડ અથવા અન્ય માધ્યમથી પરત કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે દાતાઓએ શરૂૂઆતમાં બેંકિગ ચેનલો દ્વારા રાજકીય પક્ષના ખાતામાં ભંડોળ જમા કરાવ્યું હતું. ત્યારબાદ મોટાભાગના ભંડોળ તેમને વિવિધ ખાતાઓ અને કથિત મધ્યસ્થી દ્વારા પરત કરવામાં આવ્યા હતા, જ્યારે એક ભાગ કમિશન તરીકે રાખવામાં આવ્યો હતો.

આમ છતાં, દાતાઓએ આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ સમગ્ર રકમ પર કર મુક્તિનો દાવો કર્યો હતો. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે આવા શંકાસ્પદ વ્યવહારોનો વ્યાપ આશરે રૂૂા. 6,000 કરોડ સુધી પહોંચ્યો હતો.

 

તપાસ દરમિયાન, બિહારમાં નોંધાયેલા બે અજાણ્યા રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં દિલ્હી, સુરત અને અમદાવાદ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ અથવા કંપનીએ રૂૂા.10 લાખનું દાન કર્યું હોય, તો આશરે રૂૂા.9 લાખ પરત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રકમ કમિશન તરીકે રાખવામાં આવી હતી.