Site icon Gujarat Mirror

પોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડી

પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદકુડેના માર્ગદર્શન હેઠળ બરડા અભયારણ્ય, રાણાવાવની ટીમને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ચોપાટી ગ્રાઉન્ડ પાસે વન્યપ્રાણીઓના અવશેષોનું ગેરકાયદે વેચાણ કરતા પરપ્રાંતિય શખ્સોને દરોડો પાડીને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી વન વિભાગને વન્યપ્રાણીઓના શંકાસ્પદ અંગો મળી આવ્યા છે. તેમાં સિંહ અને વાઘના હોવાનું મનાતા નખ તેમજ કસ્તૂરી મૃગના અંગો જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (ઋજક) માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે આ ગેંગની અન્ય પ્રવૃત્તિઓ અને વન્યજીવોના અંગો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version