જામનગર ના પાંચ હાટડી વિસ્તાર માં મહાનગર પાલિકા ની મંજૂરી વગર કરવામાં આવતું દુકાન નું બાંધકામ આજે મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
જામનગર શહેર વિસ્તાર માં કોઈ પણ પ્રકાર નું બાંધકામ કરવા માં આવતા પહેલા મહાનગર પાલિકા પાસે બાંધકામ પરવાનગી મેળવવી ફરજિયાત છે.ત્યારે આજે પાંચ હાટડી વિસ્તાર , મણિયાર શેરી માં ગેરકાયદે ચાલતા ચાર દુકાન ના બાંધકામ ને મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અને આશરે 550 ફૂટ જગ્યાં ખુલ્લી કરાવાઈ હતી. દુકાનો નું ગેરકાયદે બાંધકામ ચાલતું હોવા ની માહિતી મળતા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અબ્દુલ લુસવાલા નામના આસામી ને નોટિસ પાઠવાઈ હતી.
અને મંજૂરી ના આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ કોઈ પુરાવા રજૂ નહીં થતાં બાંધકામ તોડવા નો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી આજે સવારે એસ્ટેટ વિભાગ ના અધિકારી અનવર ગજણ અને તેઓની ટીમ દ્વારા ચારેય દુકાનો નું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

