ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથકોનું નિરીક્ષણ કરાયું

ચોટીલા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026ને મુક્ત, ન્યાયી અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂૂપે આજે ચૂંટણી અધિકારી…

ચોટીલા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026ને મુક્ત, ન્યાયી અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂૂપે આજે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા નાઓએ ચોટીલા શહેરના તમામ 6 (છ) વોર્ડમાં આવેલા વિવિધ મતદાન મથકોની રૂૂબરૂૂ મુલાકાત લઈ સ્થળ તપાસ હાથ ધરી હતી.

ભૌતિક સુવિધાઓ અને દિવ્યાંગમિત્ર વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ હતી.નિરીક્ષણ દરમિયાન તેમણે દરેક મતદાન મથક પર મતદારો અને ચૂંટણી સ્ટાફ માટે જરૂૂરી પ્રાથમિક સુવિધાઓની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં મુખ્યત્વે મૂળભૂત સુવિધાઓ અવિરત વીજ પુરવઠો, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને સ્વચ્છ શૌચાલય તેમજ દિવ્યાંગ સુવિધાઓ જેમા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની સ્થિતિ તથા વ્હીલચેરની ઉપલબ્ધતા સાથે સુરક્ષા અને પહોંચ માટે મતદાન મથક સુધી પહોંચવાના માર્ગોની સરળતા અને સલામતી વ્યવસ્થા અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ હતી.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ટેકનિકલ કે વહીવટી અવરોધ ન આવે તે માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને અનેક બાબતો સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા. જેમા EVM સુરક્ષા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM ) રાખવા માટે સુરક્ષિત અને નિર્ધારિત જગ્યાની ફાળવણી, સ્ટાફ વ્યવસ્થા માટે મતદાન કર્મચારીઓ માટે બેસવાની યોગ્ય અને સુવિધાજનક વ્યવસ્થા તેમજ મતદાર કતાર વ્યવસ્થા અંગે ઉનાળાનો તાપ તેમજ અન્ય પરિસ્થિતિને ધ્યાને રાખી મતદારો માટે શેડ અને યોગ્ય લાઈન વ્યવસ્થા તેમજ પારદર્શક ચૂંટણી માટે તંત્રની કટિબદ્ધતા અંગે સુચનો કર્યા હતા.

નિરીક્ષણના અંતે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, “ચોટીલા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મતદારો નિર્ભય થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે.”