રાષ્ટ્રીય

મદરેસાઓને ફંડ રોકવા અંગે રાજકારણ અયોગ્ય

Published

on

નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (એનસીપીસીઆર)એ દેશનાં તમામ રાજ્યોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને રોકવા કહેતાં વિવાદ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રીય બાળ પંચ બંધારણીય સત્તામંડળ નથી તેથી કોઈ પણ રાજ્ય સરકારને આદેશ ના આપી શકે પણ આ વાત તેણે સૂચનના સ્વરૂૂપમાં કરી છે.
રાષ્ટ્રીય બાળ પંચનું કહેવું છે કે, મદરેસાઓ આ રાઈટ-ટુ-એજ્યુકેશન (આરટીઆઈ)ના નિયમોનું પાલન કરતા નથી તેથી તેમને ફંડ ના અપાય. બાળ પંચે નગાર્ડિયન્સ ઑફ ફેઇથ ઓર ઓપોનન્ટ્સ ઑફ રાઈટ્સ:

કોન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ ઑફ ચિલ્ડ્રન વર્સસ મદરેસાથ નામનો રિપોર્ટ બનાવ્યો છે કે જેમાં મદરેસાઓ શું કામ કરે છે, કઈ રીતે શિક્ષણ આપે છે, ક્યા ક્યા વિષયો ભણાવાય તેની વિગતો આવરી લેવાઈ છે. આ વિગતો પ્રમાણે, મદરેસાઓમાં સંપૂર્ણ ધ્યાન ધાર્મિક શિક્ષણ પર અપાય છે તેથી બાળકોને અન્ય વિષયોનું જરૂૂરી શિક્ષણ મળતું નથી. આ કારણે મદરેસાઓમાં ભણનારાં બાળકો અન્ય બાળકોથી પાછળ રહે છે.


આ સ્થિતિ સુધારવા માટે બાળ પંચે રાજ્યોને લખેલા પત્રમાં ત્રણ ભલામણ કરી છે. પહેલી ભલામણ એ છે કે, રાજ્ય સરકારો દ્વારા મદરેસા અને મદરેસા બોર્ડને આપવામાં આવતું ફંડ બંધ કરવું જોઈએ. બીજી ભલામણ એ છે કે, બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરવાં જોઈએ. બંધારણની કલમ 28 મુજબ કોઈપણ બાળકને માતા-પિતાની સંમતિ વિના ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. ત્રીજી ભલામણ એ છે કે, ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સંસ્થામાં એકસાથે ના આપવું જોઈએ.


બાળ પંચની ભલામણ સામે રાજકીય પ્રતિક્રિયાઓ શરૂૂ થઈ ગઈ છે ને મોદી સરકારના માથે માછલાં ધોવાવાનું પણ શરૂૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે આ હિલચાલને મદરેસાઓ બંધ કરી દેવાની દિશામાં પહેલું કદમ ગણાવ્યું છે. અખિલેશના કહેવા પ્રમાણે, ભાજપ સરકાર બંધારણમાં કરાયેલી તમામ જોગવાઓએ બદલી નાખવા માગે છે. ભાજપ નફરતનું રાજકારણ રમવા માગે છે, ભાજપ ભેદભાવનું રાજકારણ રમવા માગે છે, લોકોને ધર્મ અને જ્ઞાતિના નામે લડાવીને રાજકારણ રમવા માગે છે. મોટા ભાગના મદરેસાઓમાં ક્યા પ્રકારનું શિક્ષણ અપાય છે એ આખી દુનિયા જાણે છે.

ભાજપ અને હિંદુવાદી સંગઠનો તો વરસોથી મદરેસાઓને આતંકવાદનાં ઉછેર કેન્દ્રો ગણાવે છે. મદરેસાઓ બંધ કરાવવા માટે બીજાં બે કારણ પણ છે. પહેલું કારણ એ કે, મદરેસા દેશના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જે દેશ સેક્યુલારિઝમને વરેલો હોય એ દેશમાં સ્કૂલમાં ધર્મનું શિક્ષણ અપાય ને તેના માટે સરકાર ફંડ આપે એ જ સેક્યુલારિઝમની મોટી મજાક કહેવાય. કમનસીબે આપણા બંધારણના ઘડવૈયા લઘુમતીઓનાં વારસાનું રક્ષણ કરવાના નામે મદરેસાઓનું તૂત ઘૂસાડતા ગયા તેમાં વરસોથી આ મજાક ચાલી રહી છે. બીજું કારણ એ છે કે, મદરેસાઓમાં આધુનિક શિક્ષણ અપાતું નથી તેથી મુસ્લિમોનાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત રહી જાય છે.

મુસ્લિમોનાં બાળકો સાથે થઈ રહેલો આ ઘોર અન્યાય છે અને બંધારણીય જોગવાઈ હેઠળ જ આ ઘોર અન્યાય થયો. જે રીતે ટ્રિપલ તલાક સહિતની બકવાસ પ્રથાઓ મુસ્લિમ પર્સનલ લો હેઠળ પોષાઈ એવું જ આ કિસ્સામાં પણ થયું છે એવું મદરેસાઓમાં પણ થયું છે. મદરેસાઓને અપાતું ફંડ રોકીને એ દિશામાં પહેલું પગલું ભરાયું હોય તો એ પગલાને આવકારવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version