ગુજરાત
પોલીસે સમયસર પગલાં ભરતા ખોવાયેલ કર્મકાંડનો સામાન પરત મળ્યો
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સામાન શોધી કાઢયો
જામનગર શહેરમાં રહેતા કપિલ ડી. પંડ્યાને કર્મકાંડની વિધિનો સામાન રસ્તામાં ભૂલી જવાના કારણે થયેલી ચિંતામાંથી જામનગર પોલીસે રાહત અપાવી છે. પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમના સ્ટાફે સીસીટીવી ફૂટેજની મદદથી ઝડપથી કામગીરી કરીને ખોવાયેલ સામાનને ગણતરીની કલાકમાં અરજદારને પરત સોંપ્યો છે.આ બનાવની વિગત એવી છે કે, કપિલ ડી. પંડ્યાએ પચેશ્વર ટાવરથી રામેશ્વરનગર જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રસ્તામાં અચાનક થયેલી ટ્રાફિકના કારણે તેઓ રીક્ષા ચાલકથી અલગ થઈ ગયા હતા.
રીક્ષા ચાલકને પોતાનો સંપર્ક નંબર આપવાનું ભૂલી જવાને કારણે તેઓ પોતાનો સામાન શોધવા માટે ચિંતિત થઈ ગયા હતા. આ બાબતે તેમણે તાત્કાલિક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમનો સંપર્ક કર્યો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ પી.એ. ખાણધર, પો.હેડ.કોન્સ. પ્રદિપસિંહ સોઢા, પારૂૂલબેન નિમાવત, મિતલબેન સાવલીયા, વર્ષાબેન જાડેજા અને જેશાભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જાણ્યું કે, કપિલ પંડ્યાએ પોતાનો સામાન ૠઉં-03-ઇઝ-4429 નંબરની રીક્ષામાં મોકલ્યો હતો. પોલીસે આ રીક્ષાના માલિકનો સંપર્ક કરીને કર્મકાંડનો સામાન કિંમત રૂૂ. 15,000નો મેળવી અરજદારને પરત સોંપ્યો હતો.