જેતપુરના દાઉદ હોસ્પિટલ પાસે થી બે બાળકો રેઢા મળી આવ્યા હતા.આ ઘટનામાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ડોડીયા અને સ્ટાફ દ્વારા બંને બાળકોને પોલીસ મથક ખાતે લાવી અને તપાસ કરતા સૌ પ્રથમ બાળકો શ્રમિક પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું અને તે બંનેના ફોટા બ્રોડકાસ્ટ કરી વાલીવારસની શોધખોળ કરતા તેમના માતા મળી આવ્યા હતા અને બંને બાળકોનું તેમના માતા સાથે મિલન કરાવતા બંનેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા.તેમના માતાએ પોલીસની ટીમનો આભાર માન્યો હતો.
જેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

