જૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યો

શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સે તેના બેંક ખાતામાં 50 લોકોના રૂૂપિયા 1.29 કરોડ જમા થયાને ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ…

શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સે તેના બેંક ખાતામાં 50 લોકોના રૂૂપિયા 1.29 કરોડ જમા થયાને ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હાથ ધરી સાયબર ફ્રોડની ચેનલ તોડવા તપાસ શરૂૂ કરવામાં આવી છે.

દરમ્યાન તપાસમાં ઇન્ડુસન્ડ બેંક જૂનાગઢના એકાઉન્ટ પર 50 અરજદારોએ એનસીસીઆરપી પોર્ટલના માધ્યમથી 51 ફરિયાદ કરી હતી. શહેરમાં મધુરમ વિસ્તારમાં આવેલ એમ. પી. રેસીડેન્સી બ્લોક નંબર 1માં રહેતા બેંક એકાઉન્ટ ધારક અશ્વિન તુલસીદાસ સુખાનંદીએ તેના ખાતામાં અલગ અલગ માધ્યમથી સાયબર ફ્રોડથી મેળવેલ રૂૂપિયા 1,29,66,103 ઉપાડી રકમ સગેવગે કરી નાંખી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

જેથી મંગળવારે પીએસઆઇ આર. એમ. વાળાએ ઇન્ડુસન્ડ બેંકના એકાઉન્ટ ધારક અશ્વિન તુલસીદાસ સુખાનંદી સામે ફરિયાદ કરતા પીઆઇ એ. બી. ગોહિલે તપાસ હાથ ધરી હતી. 11 લાખ તામિલનાડુથી આવ્યા’તા એનસીસીઆરપી પોર્ટલ પર થયેલી ફરિયાદ અનુસાર તામિલનાડુની વ્યક્તિ સાથે થયેલા સાયબર ફ્રોડની સૌથી વધુ 11 લાખની રકમ અને સૌથી ઓછા રૂૂપિયા 100 પણ તામિલનાડુના અરજદારના અશ્વિન તુલસીદાસ સુખાનંદીના બેંક ખાતામાં જમા થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.