Site icon Gujarat Mirror

કુબલિયાપરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ, ત્રણ મહિલા ઝડપાઇ

થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા દેશી દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડવાની પીઆઇ દ્વારા સુચના આપવામા આવતા થોરાળા પોલીસે કુબલીયાપરામા વોકળાનાં કાઠે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડી 180 લીટર દારૂ , 3120 લીટર આથો અને દેશી દારૂ બનાવવાનાં ભઠ્ઠીનાં સાધન સહીત કુલ રૂ. 1.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

વધુ વિગતો મુજબ થોરાળા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એન. જી વાઘેલાની રાહબરીમા પીએસઆઇ મહેશ્ર્વરી અને પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા ગઇકાલે સાંજે કુબલીયાપરામા વોકળાનાં કાઠે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી આ રેડ દરમ્યાન દેશી દારૂનુ વેચાણ કરતી 3 મહીલાઓ જેમા સુમનબેન દીનેશભાઇ ચુડાસમા , કમલાબેન અશોકભાઇ મકવાણા અને સુનીતાબેન વિજયભાઇ ચુડાસમાને પકડી તેઓ પાસેથી દેશી દારૂનો જથ્થો, દારૂ બનાવવાની ભઠ્ઠીનાં સાધનો અને આથો આમ કુલ 1.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

Exit mobile version