ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. તા.1 એપ્રિલ, 2026 ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં જિલ્લા પંચાયત-1, તાલુકા પંચાયત-6 અને નગરપાલિકા-4 માટે મતદાન તા.26 એપ્રિલે યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલે હાથ ધરાશે.
આ ચુંટણી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતા પૂર્વક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ચૂંટણી પૂર્વે જિલ્લામાં કુલ 15 પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે.
દરેક ચેકપોસ્ટ પર આધુનિક સાધનો સાથે સજ્જ પોલીસ ફોર્સ તૈનાત છે. બેરિકેડિંગ થી લઈ બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઈઝર સુધીની વ્યવસ્થા સાથે 24 કલાક સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 433 હથિયાર પરવાના ધારકોમાંથી અત્યાર સુધીમાં 322 હથિયારો જમા લેવાયા છે, જ્યારે બાકીના હથિયારો જમા કરાવવાની કાર્યવાહી યથાવત છે. ચૂંટણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ઝુંબેશને ઝડપી બનાવાઈ છે. પોલીસ સાથે જી.આર.ડી., એસ.આર.ડી. અને હોમગાર્ડ દળ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સાંજ અને પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરી વધારવામાં આવી છે, જેથી કોઇ પણ પ્રકારની અશાંતિ ફેલાવા પામી નહીં. ચૂંટણી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 1049 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત 40 હિસ્ટ્રીશીટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. બિન જામીન લાયક વોરંટની અસરકારક અમલવારી માટે પણ પોલીસ દળ સક્રિય બન્યું છે. દારૂૂબંધીના કડક અમલ માટે પોલીસે 91 પ્રોહીબિશન રેઇડ હાથ ધરી છે, જ્યારે જુગાર સામે 3 રેઇડ કરવામાં આવી છે. જેમાં દેશી દારૂૂના 587 લિટર રૂૂ.1,17,409 અને ઇંગ્લિશ દારૂૂની 194 બોટલ રૂૂા.73,264 સહીત કુલ રૂૂા.5,53,389 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

