ગુજરાત

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

Published

on

રૂા.40 હજારના પિત્તળના સળિયા કબજે કરી ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

જામનગર શહેરમાં થયેલી ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ઝડપી લેવાના ઉદ્દેશ્યથી જામનગર સિટી એ ડીવીઝન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી, ચોરી થયેલ આશરે 40,000 રૂૂપિયાની કિંમતના પીતળના સળિયા કબજે કર્યા છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, તન્ના હોલની સામે પ્રદર્શન ગ્રાઉન્ડના ગેઇટ પાસે બે શંકાસ્પદ મહિલાઓ ચોરી થયેલ પીતળના સળિયા સાથે ઉભી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગીતાબેન પરમાર અને સામુબેન પરમાર નામની બે મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી ચોરી થયેલ આશરે 80 કિલો વજનના પીતળના સળિયા કબજે કરવામાં આવ્યા હતા.


પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલી બંને મહિલાઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા અને તેમની ટીમે સફળતા મેળવી હતી.આ ઘટનાએ જામનગર શહેરમાં ચોરીના ગુનાઓ સામે પોલીસની કાર્યવાહીને વેગ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version