‘પોલીસ શહીદ દિવસ’ શસ્ત્રો ઊંધા કરી મૌન પાળવામાં આવ્યું

આજે 21મી ઓક્ટોબરના રોજ રાજકોટ પોલીસ હેડ ક્વાટર્સમાં શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા (શહીદ) દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.પોલીસ કમિશ્નર સહિતના શહેર પોલીસના અધિકારીઓ…

આજે 21મી ઓક્ટોબરના રોજ રાજકોટ પોલીસ હેડ ક્વાટર્સમાં શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા (શહીદ) દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.પોલીસ કમિશ્નર સહિતના શહેર પોલીસના અધિકારીઓ દ્વારા વર્ષ દરમિયાન ડ્યુટી ફસ્ટ માની ફરજ દરમિયાન શહિદ થયેલા પોલીસ અધિકારીઓ અને જવાનો અને તેના પરિવાજનોને શ્રદ્ધાંજલિ આપવામ આવી હતી.

1959ની 21મી ઓક્ટોબરે લડાખના હોટ સ્પ્રિંગ વિસ્તારમાં દેશની સુરક્ષા માટે ચીનની ટુકડીઓ સામે અત્યાધુનિક હથિયારોથી સજ્જ સેનાનો અત્યંત હિંમતભેર સામનો કરતા સીઆરપીએફ ના 10 જાંબાઝ જવાનો શહીદ થયા હતા. 1960ના જાન્યુઆરી માસમાં દેશભરના ડીજીપીની વાર્ષિક બેઠકમાં આ દિવસને ‘પોલીસ સંભારણા દિવસ’ તરીકે મનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્યારથી દર વર્ષે 21મી ઓક્ટોબરે આ વીરોની યાદમાં દેશવ્યાપી ઉજવણી કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2025થી ઓગસ્ટ 2026 સુધીના સમયગાળા દરમિયાન દેશભરમાં કુલ 171 જવાનોએ શહીદી વહોરી હતી. આ 171 શહીદ જવાનોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પેરામિલિટ્રી ફોર્સના જવાનોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના એએસઆઈ અજીત નંદે અને કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહ રાઠોડ શહીદ થયા હતા.

આ જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ સ્મારક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા, ઝોન-1 ડીસીપી હેતલ પટેલ, ઝોન-2 ડીસીપી રાકેશ દેસાઈ,ડીસીપી-ટ્રાફિક હરપાલસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના તમામ પી.આઈ અને પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા કે શહીદ થયેલા તમામ જવાનોના નામોનું મોટેથી વાચન કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સન્માન આપવાના ભાગરૂૂપે શસ્ત્રો ઊંધા કરવામાં આવ્યા હતા, બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્રણ વખત તોપોની સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત બિગલ બ્લાસ્ટ, લાસ્ટ પોસ્ટ અને રાઉઝ રીવેલી વગાડવામાં આવી હતી. રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને શહીદોના પરિવારોને સહાયતા આપવાના કાર્યક્રમો પણ યોજાયા હતા.