ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી અનુસંધાને બે ચેક પોસ્ટ તથા તમામ પોલીસ સ્ટેશન વાઈઝ અલગ અલગ વાહન ચેકીંગના 12 પોઇન્ટ કાર્યરત કરાયેલ હતા. જીલ્લામાં એલસીબી, એસઓજી સહીતની અલગ અલગ 22 જેટલી ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરાતા દેશી દારૂૂના 12 કેસોમાં સાત આરોપીની અટક, વિદેશી દારૂૂના 4 કેસોમાં ચાર આરોપીની અટક, દારૂૂ પીધેલા 138 લોકોની અટક અને ડ્રીક એન્ડ ડ્રાઇવના 87 લોકોની અટક કરેલ હતી.
ગત તા.31/12/2025 ના વર્ષનો છેલ્લો દિવસ હોય જેને 31 ડિસેમ્બર તરીકે લોકો મનાવતા હોય અને જેમાં અમુક શખ્સો ગેરકાયદેસર રીતે નશો કરી ઉજવણી કરતા હોય જે કાયદા વિરુદ્ધનું કૃત્ય હોય જેના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની પૂરી શક્યતા હોય તેમજ આવા શખ્સો નશો કરી નશાની હાલતમાં બેફામ રીતે વાહન ચલાવતા હોય જેથી અકસ્માત થવાની પૂરી સંભાવના હોય તેમજ ફાર્મ હાઉસો તથા હોટલો તથા પાર્ટી પ્લોટોમાં ભેગા થઇ નશાકારક પદાર્થો નુ સેવન કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આવી ગેરકાયદેસરની પ્રોહીબીશનની પ્રવૃતિઓ સદંતર બંધ કરવા તેમજ વધારે માં વધારે કેસ કરવા ખાસ ડ્રાઈવ આપવામાં આવેલ જે અન્વયે જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સુચના આપતા જિલ્લામાં દરેક ચેકપોસ્ટ, ફાર્મ હાઉસો, હોટલો, પાર્ટી પ્લોટો તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસ્ટ્રા વાહનો મુકી સખત પેટ્રોલીંગ રાખેલ તેમજ બ્રેથ એનેલાયઝર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી નશાકારક વસ્તુ ની હેરાફેરી તથા સેવન કરતા શખ્સોની સ્થળ પર જ અટકાયત કરી તેમની વિરૂૂદ્ધ સઘન કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી અનુસંધાને તા.31/12/2025 થી તા.01/01/2026 ના રાત્રીના ગીર સોમનાથ જિલ્લામાં 02 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ તથા તમામ પોલીસ સ્ટેશન વાઈઝ અલગ અલગ વાહન ચેકીંગના 12 પોઇન્ટ કાર્યરત કરાયેલ તથા જીલ્લામાં એલસીબી, એસઓજી સહીતની અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ 22 જેટલી ટીમો દ્વારા સઘન વાહનો ચેકીંગ તથા પ્રોહીબીશન તેમજ ડ્રન્ક એન્ડ ડ્રાઇવરના કેસો કરાયેલ હતા.

