ગ્રામજનોને ઉંચા વ્યાજે રૂપિયા આપી રંજાડતા શખ્સને કાયદાનો પાઠ ભણાવાશે
વીંછીયાના આંકડિયા ગામે રહેતા કુખ્યાત વ્યાજખોર શખ્સે આસપાસના ગામમાં ઉચા વ્યાજે રૂૂપિયા આપી ગ્રામજનોને રંજાડતો હોય તેની સામે કાર્યવાહી કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે. દેવધરી રહેતા યુવાને ભાણેજના લગ્ન માટે 20 ટકા વ્યાજે રૂૂપિયા આપી ધમકી આપી હુમલો કર્યાના બનાવ બાદ કુખ્યાત શખ્સ સામે વધુ બે ગુના નોંધાયા છે.
મળતી વિગતો મુજબ વીંછીયાના આંકડિયા ગામના પ્રદીપ નનકુ ધાધલ જે વ્યાજે રૂૂપિયા આપવાનો ધંધો કરતો હોય આંકડિયા તેમજ વિછીયા આસપાસના ગામમાં લોકોને ઉચા વ્યાજે રૂૂપિયા આપી પઠાણી વ્યાજ વસુલી ગ્રામ જનોને રંજાડતો હોય બે દિવસ પૂર્વે વિછીયાના દેવધરી રહેતા મુનાભાઈ પરસોતમભાઈ શેખની ફરિયાદને આધારે પ્રદીપ નનકુ ધાધલ તેમજ તેના ભાઈ મેધરાજ તેમજ મંગલુભાઈ કાઠી સામે ગુનો નોંધાયો હતો.
ભાણેજના લગ્ન માટે વ્યાજે રૂૂ.20,000 લીધા હતા જેનું દર મહીને વ્યા જ પેટે રૂૂ.4000 ચૂકવતો પાંચ મહીના સુધીમા રૂૂ, 18000 ભરેલ અને 2000 બાકી હોય પ્રદીપ નનકુ ધાધલ અને તેના ભાઈએ મુનાભાઈ ઉપર હુમલો કર્યો હતો. પ્રદીપ નનકુ ધાધલ ગ્રામજનોને રંજાડતો હોય તેની સામે વધુ બે ગુના નોંધાયા છે. જેમાં દેવધરી ગામના પ્રકાશ ઉકાભાઈ ખોખરને 20 ટકા વ્યાજે 1 લાખ આપ્યા હોય 2 લાખ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો.
તેમજ દેવધરી ગામના પ્રસાંત અનિલભાઈ આચાયેને 20 ટકા વ્યાજે 15 હજાર રૂૂપિયા વ્યાજે આપી પેનલ્ટી સહીત રૂૂ.2.70 લાખ પડાવવા ધમકી આપી રંજાડતો હોય છેલ્લા ઘણા સમયથી પ્રદીપ નનકુ ધાધલ સામે વ્યાજખોરીની નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. અને આગામી દિવસોમાં પ્રદીપ નનકુ ધાધલ સામે કડક કાર્યવાહી કરવમાં આવશે.
