Site icon Gujarat Mirror

રાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાત

oplus_0

મારે મરી જવું છે તેવું રટણ કરતા યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં માતમ

રાજકોટમા ભાવનગર રોડ ઉપર આવેલી મેરામણ બાપાની વાડી વિસ્તારમા રહેતા નામચીન શખ્સે દારૂનાં નશામા મારે મરી જવુ છે તેવુ રટણ કરી પોતાની જાતે છાતીમા છરી ભોંકી દીધી હતી યુવકનુ મોત નિપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા ભાવનગર રોડ ઉ5ર આવેલી મેરામણ બાપાની વાડી વિસ્તારમા રહેતા સિકંદર હુશેનભાઇ જુણેજા નામનો 3પ વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે પોતાની જાતે છાતીનાં ભાગે છરી હુલાવી દીધી હતી.

યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમા મૃતક સિકંદર જુણેજા બે ભાઇ સાત બહેનમા નાનો હતો. અને તેને બે પુત્રી છે. સિકંદર જુણેજા ગુનાહીત ઇતિહાસ ધરાવતો હતો. અને દારૂ પીવાની કુટેવ હતી. સિકંદર જુણેજાએ દારૂનાં નશામા મારે મરી જવુ છે તેવા રટણ સાથે પોતાની જાતે છાતીમા છરી ભોંકી આપઘાત વ્હોરી લીધો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version