શહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવ

થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ…

થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી પવનચક્કી સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે.

જેના ભાગરૂૂપે આવારા તત્વો અને દારૂૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ગત મોડી રાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ની સુચના થી જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ સ્ક્વોર્ડ દ્વારા પવનચક્કી સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ ની કાર્યવાહી સમગ્ર જામનગર જીલ્લામાં 31 ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.