Site icon Gujarat Mirror

ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા

ભાવનગર જિલ્લાના તળાજા ના દાઠા પોલીસ નીચે આવતા મહુવા તાલુકાના નીચા કોટડા ગામે એકલાજ રહેતા વૃદ્ધ દંપતિના નિર્જીવ દેહ સવારે જમાઈ ટીફીન આપવા આવ્યા ત્યારે મળી આવ્યા હતા.તળાજા બાદ પેનલ પી. એમ માટે ભાવનગર મોકલી આપવામાં આવ્યાછે.

દાઠા પો.ઇ રેવર એ જણાવ્યું હતુકે નીચા કોટડા ગામે રહેતા લેરુભાઈ ભીખાભાઇ ભીલ ઉ.વ. 65 અને તેના પત્ની હિમુબેન ઉ.વ. 61 બંને એકલાજ રહે છે સંતાનમા ત્રણ દીકરી,બે દીકરા છે.બધાજ પરણીત છે. દીકરાઓ પરિવાર સાથે જામકંડોરાણા બાજુખેત મજૂરી કર ેછે. દીકરી બાજુના તલ્લીગામે રહે છે. જમાઈ નિત્યક્રમ મુજબ સવારે ટીફીન મુકવા ઘરે આવ્યા ત્યારે સાસુ-સસરા મૃત હાલતે જોવા મળ્યા હતા.

બંનેના દેહને તળાજા અને ત્યાથી પેનલ પી.એમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.જમાઈ એ જણાવ્યું હતુ કે ઘરમા તમામ વસ્તુઓ વ્યવસ્થિત જ હતી. ઘરેણાં પણ પહેરેલ હતા.હાલ કોઈ અજુગતું થયુંહોય તેવું જણાતું નથી.ઘરમાંથી માછલીઓ ખાધીહોય તેવું જણાઈ આવ્યું હતું. આથી માછલી ખાધાબાર તબિયત બગડી હોવાનો હાલ પૂરતો અંદાઝ છે.પી.એમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

Exit mobile version