Site icon Gujarat Mirror

જામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ

હાપા રેલવે સ્ટેશન વિસ્તાર અને ઘુતારપર ગામમાં ફટાકડાનું વેચાણ કરતા ચાર વેપારીઓ પકડાયા

જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડા નું વેચાણ કરતા એક વેપારી ને ઝડપી લીધા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું છે, અને હાપા રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ ધૂતારપર ગામમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનારા ચાર વેપારીઓની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી ફટાકડા નો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મનજીત રાજેન્દ્ર સિંહ રામગઢીયા નામના પંજાબી શખ્સ ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી ફટાકડા નો જથ્થો કબજે કરી લઇ જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તે જ વિસ્તારમાંથી મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા અજય પ્રવીણભાઈ રણલોરીયા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી પણ ફટાકડાનો જથ્થો કરી લઈ તેની સામે પણ પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા દિલીપ લાલજીભાઈ ચૌહાણ તેમજ વૃજલાલ જમનભાઈ ચાંગાણી પણ પોતાની પાસે કોઈપણ પ્રકારનું ફટાકડા ના વેચાણ નું લાઇસન્સ ન હોવા છતાં ગેરકાયદે રીતે ફટાકડાનું જાહેરમાં વેચાણ કરતા હોવાથી તે બંનેની અટકાયત કરી લેવામા આવી છે અને તેઓ સામે જામનગર ના જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Exit mobile version