ગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવો

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના અધ્યક્ષસ્થાને હિસ્ટ્રીશીટરો અને રીઢા ગુનેગારોનું વિશેષ કાઉન્સિલિંગ યોજાયું.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શરીર અને મિલ્કત સંબંધિત ગુનાઓને રોકવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું. બેઠક દરમિયાન ગોંડલ ડિવિઝન હેઠળના કુલ 76 હિસ્ટ્રીશીટર અને બે કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને પોલીસ સમક્ષ હાજર રાખવામાં આવ્યા હતા. ઉુજઙ શ્રી કે.જી. ઝાલાએ તમામને ગુનાખોરીનો માર્ગ તાત્કાલિક છોડી દેવા, કાયદાનું પાલન કરવા અને સમાજમાં સારા નાગરિક તરીકે સન્માનપૂર્વક જીવન જીવવા કડક સૂચના આપી હતી.

પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપવા અપીલ પણ કરવામાં આવી. પોલીસ સ્ટેશન મુજબ હાજર રહેલા ગોંડલ સીટી એ ડિવિઝન 22 ગોંડલ સીટી બી ડિવિઝન 21, સુલતાનપુર પોલીસ સ્ટેશન 13 કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન 10 ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન 10નો સમાવેશ થાય છે.

આ સમગ્ર કાર્યક્રમમાં ગોંડલ ડિવિઝનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના વિસ્તારના રીઢા ગુનેગારો પર સતત નજર રાખવા, ગુનાખોરી રોકવા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જરૂૂરી માર્ગદર્શન આપ્યું. પોલીસનું માનવું છે કે આવા કાઉન્સિલિંગ કાર્યક્રમોથી રીઢા ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો થશે અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાઈ સમાજમાં શાંતિપૂર્ણ અને સન્માનભેર જીવન જીવવા પ્રેરાશે.