ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારો

બિયારણ-ખાતરના વધતા ભાવ અને નબળા ઉત્પાદનથી જગતના તાતની આર્થિક સ્થિતિ ચીંથરેહાલ રાજ્યમાં કૃષિ ક્ષેત્રના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs)માં 11.2 ટકાનો વધારો થયો છે. FY2025 માં 6371…

બિયારણ-ખાતરના વધતા ભાવ અને નબળા ઉત્પાદનથી જગતના તાતની આર્થિક સ્થિતિ ચીંથરેહાલ

રાજ્યમાં કૃષિ ક્ષેત્રના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs)માં 11.2 ટકાનો વધારો થયો છે. FY2025 માં 6371 કરોડ રૂૂપિયાથી વધીને ઋઢ26 માં આ આંકડો 7083 કરોડ રૂૂપિયા થયો છે. આ આંકડા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ગુજરાતના તાજેતરના અહેવાલ પર આધારિત છે. વધતા ખેતીના ખર્ચ, ખરાબ વરસાદ અને નબળા ઉત્પાદનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ તંગ બની છે.

રાજ્યમાં ક્રોપ લોન NPAsમાં 14 ટકાનો વધારો થયો છે અને તે 2573 કરોડથી વધીને 2934 કરોડ રૂૂપિયા થયા છે. તે જ રીતે કૃષિ ટર્મ લોન NPAsમાં 9.2 ટકાનો વધારો જોવા મળ્યો છે જે 3798 કરોડથી વધીને 4149 કરોડ રૂૂપિયા થયા છે. બેંકિંગ સેક્ટરના સૂત્રોએ જણાવ્યું કે વરસાદની અનિયમિતતા અને અસીમિત વરસાદે પાકનું ઉત્પાદન ઘટાડ્યું છે. ખેડૂતો વધુ ખર્ચ કરવા છતાં અપેક્ષિત આવક મેળવી શક્યા નથી.

વિરમગામના ખેડૂત પ્રજ્ઞેશ પટેલે કહ્યું કે ગયા વર્ષે ખરીફ સીઝનમાં બીજના ભાવમાં 50 ટકા વધારો થયો હતો. બીજ અને ખાતરની અછતને કારણે વાવણી વિલંબિત થઈ હતી. અનિયમિત વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું જેનાથી આવક ઘટી અને લોન ચૂકવવાની ક્ષમતા નબળી પડી.

ધારીના ખેડૂત દિનેશ દામજીએ જણાવ્યું કે પાકની ગુણવત્તા 20 ટકા જેટલી ઘટી હતી જેનાથી બજારમાં ભાવ પણ નબળા રહ્યા. મગફળી અને કપાસ જેવા પાકોમાં ખાસ અસર જોવા મળી.

મુખ્ય કારણોમાં ખાતર અને બીજની અછત, વધતા ઇનપુટ ખર્ચ, અનિયમિત વરસાદ તથા પાકની નબળી ગુણવત્તા અને બજાર ભાવમાં ઘટાડો સામેલ છે. બેન્કિંગ સૂત્રોએ કહ્યું કે આ ખેડૂતોની આવકમાં ઘટાડો અને ખેતીના ખર્ચમાં વધારાનું પરિણામ છે. ક્રોપ લોનમાં વધારો તાજેતરની લણણી સાથે જોડાયેલ છે જ્યારે ટર્મ લોનમાં વધારો ઇરિગેશન અને મશીનરી જેવા લાંબા ગાળાના રોકાણોમાં તકલીફ દર્શાવે છે.

રાજ્ય સરકાર અને બેંકોને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખેડૂતો માટે વધુ સહાય અને સમયસર લોન પુન:વ્યવસ્થા જેવા પગલાં લેવાની જરૂૂર છે. ખેડૂતોને ટેકો આપવા માટે સારા વરસાદ, સમયસર ખાતર-બીજની ઉપલબ્ધતા અને બજાર સ્થિરતા અત્યંત જરૂૂરી છે.