શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ સર્જાયો છે અને ગરમીનો પારો નીચો આવ્યો છે તેમજ પોલીસ દ્વારા રાત્રિના સમયે વાહન ચેકીંગ અને ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે ગઈકાલે રાત્રીના સમયે પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવતાં કુલ 13 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા હતાં જ્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા અડધો ડઝન સ્થળે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી દેશી દારૂના કેસ કર્યા હતાં.
પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન પકડાયેલા પીધેલા શખ્સોમાં મિલપરા નિલગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ કિરીટભાઈ કામદાર, બેડીનાકા મેઈન રોડ પર રહેતા ચિરાગ અમીતભાઈ દંગી, સાઉન્ડના ધંધા સાથે સંકળાયેલા હરિધવા મેઈન રોડ પર શ્રધ્ધા પાર્કમાં રહેતા નિકુંજ દિલીપભાઈ ભંડેરી, બેડીનાકા પાસે નકલંક ચોકમાં રહેતા ભંગારના વેપારી નંદનભાઈ મુકેશભાઈ ડેલાવાળા,શાકભાજીનો ધંધો કરતાં અને કુવાડવા રોડ પર મારૂતિનગર સોસાયટીમાં રહેતા રવિ મુકેશભાઈ કાપડીયા, કાલાવડ રોડ પર આલાપ સેન્ચુરીમાં રહેતા શિવજી પરસોત્તમ સંઘાણી, સામાકાંઠે રણછોડનગર શેરી નં.4માં રહેતા અને ગેરેજ ચલાવતાં હિતેષ નારણભાઈ સોલંકી, જંગલેશ્ર્વર મેઈન રોડ પર રહેતા સુખદેવ કાળુ ચાવડા, જંગલેશ્ર્વર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા દિલીપ ઉર્ફે ધમભા જીલુભાઈ હેરભા, કરણપરામાં આવેલા મધુવન એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશ ભુમિભાઈ થાપા, રામનાથપરા શેરી નં.1માં રહેતા સૌરભ સુષાંત પ્રધાન, સંતુ શંભુનાથ ગૌસ્વામી અને અજય દિનેશ રાખસીયા (રહે.કાલાવડ)ને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય સ્થળો પર દરોડા પાડી અડધો ડઝન જેટલા શખ્સોને દેશી દારૂના કેસમાં પકડી લેવામાં આવ્યા હતાં.
80 ફુટ રોડ ભારતનગર ત્રિશુલ કારખાના પાસે જાહેરમાં સ્કોર્પીયો ગાડીમાં દારૂ લઈને નીકળેલા નવા થોરાળા પાસે આરાધના સોસાયટીમાં રહેતા અરબાઝ રફીક રાઉમાને 96 જેટલી દારૂની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેમની પાસે 4.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પીએસઆઈ ડોબરીયા તપાસ ચલાવી રહ્યાં છે.

