Site icon Gujarat Mirror

પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ

રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લિસ્ટ મુજબ એક પછી એક આરોપીઓ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવાના ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી રહીછે. ત્યારે પ્ર.નગર પોલીસે પોપટપરા વિસ્તારમાં રહેતી મહિલા બૂટલેગર ગોદાવરીબેન કનકભાઈ દેત્રોજાની બે ઓરડી ઉપર ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

રાજકોટ પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હોય. જેમાં શહેરના 740 જેટલા ગુનેગારોના ગેરકાયદેસર મકાન અને મિલકત અંગે મહાનગરપાલિકા અને પીજીવીસીએલ દ્વારા તેમના ગેરકાયદે વીજ કનેક્શન અંગે સર્વે કર્યા બાદ લિસ્ટેડ અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવી દીધા હતા. આ ઝૂંબેશ દરમિયાન પ્ર. નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવા અને તેમની ટીમે નામચીન મહિલા બુટલેગર પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે રહેતી ગોદાવરીબેન કનકભાઈ દેત્રોજાની મિલ્કતના ડિમોલિશન માટે પોપટપરા સેન્ટ્રલ જેલ પાસેના વિસ્તારમાં પહોંચતા લોકોના ટોળાં એકઠા થયા હતા. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અન એસીપી રાધિકા ભારાઇમાં માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ વી.આર.વસવા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.

Exit mobile version