Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારે ઓનલાઈન ઠગાઈ કરનારા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસ

વર્તમાન ઓનલાઈન તેમજ ટેકનોલોજીના સમયમાં લોકો વિવિધ પ્રકારે ઓનલાઈન પેમેન્ટ તેમજ જુદી જુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ત્યારે કેટલાક લોકોની જાણ બહાર અથવા બેદરકારીથી તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા બે કેસમાં બે આસામી સાથે બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ દ્વારા તેમજ .એપીકે ફાઈલ મોકલી અને વિવિધ પ્રકારે છેતરપિંડી કરનારા બે શખ્સોને જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તર દિલ્હી અને ગ્વાલિયર (મધ્યપ્રદેશ)થી દબોચી લીધા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીના કોઈ ગઠિયાઓ દ્વારા આધારકાર્ડના નંબર મેળવી, અને રૂૂ. 66,000 ની ઠગાઈ આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા આખા નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો છે.જેમાં ઉત્તર દિલ્હીના કરવાલ નગર વિસ્તારમાં રહેતા સંજય હીરા લાલ નામના 28 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.

આરોપી શખ્સ દ્વારા પોતાની આવડત અને ટેકનિકલ નોલેજના આધારે ભોગ બનનારના આધાર કાર્ડ નંબર મેળવી અને આધારકાર્ડ સાથે લીંક થયેલા બેંક ખાતાઓમાંથી તેમની જાણ બહાર ઓનલાઈન પેમેન્ટ મેળવી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી.

અન્ય એક ઠગાઈમાં દ્વારકામાં રહેતા એક આસામીને ગત તારીખ 5 મી ફેબ્રુઆરીના રોજ કોઈ ગઠિયાએ મોબાઈલ ફોનમાં વોટ્સએપ મારફતે .એપીકે નામની ફાઈલ મોકલાવી મોબાઈલના એક્સેસ લઈ લેવામાં આવ્યા હતા. આ પછી તેમના ધ્યાન બહાર તેમના બેંક ઓફ બરોડા માંથી રૂૂ. 50,000 ની રકમ ઉપાડી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ પ્રકરણમાં પોલીસે રૂૂ. સવા લાખની કિંમતના બે મોબાઈલ ફોન, રૂૂ. 30,000 ની કિંમતનું લેપટોપ તેમજ વાઇફાઇ રાઉટર સાથે આરોપી શખ્સની વિધિવત રીતે અટકાયત કરી લીધી હતી.

Exit mobile version