રથયાત્રા બાદ પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવતા વડાપ્રધાન

અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી એક અભૂતપૂર્વ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની…

અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી એક અભૂતપૂર્વ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટને વડાપ્રધાને રિ-પોસ્ટ કરીને પોલીસ દળના આ સકારાત્મક અભિગમને બિરદાવ્યો છે.

પરંપરાગત રીતે રથયાત્રા દરમિયાન લાખોની મેદની એકત્રિત થતી હોય છે, જેના કારણે રૂૂટ પર કચરો અને ગંદકી થવી સામાન્ય બાબત છે. પરંતુ આ વર્ષે અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સાથે-સાથે એક અનોખી પહેલ કરી હતી. પોલીસે રથયાત્રા પૂર્ણ થયા બાદ સમગ્ર રથયાત્રા રૂૂટ પર વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. પોલીસ જવાનોએ જાતે જ રસ્તાઓ સાફ કરીને સમગ્ર રૂૂટને ચકચકાટ કરી દીધો હતો. આ કામગીરી દ્વારા પોલીસે સમાજમાં સ્વચ્છતાનો એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસની છબી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનારી કડક સંસ્થા તરીકેની હોય છે, પરંતુ અમદાવાદ પોલીસે આ વખતે એક નવો જ ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે પોલીસે કાયદાના પાલનની સાથે ખૂબ જ માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે.