સાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેઓ એક જનસભા પણ સંબોધી હતી. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાને સીજી સેમિની OSAT સુવિધામાં ચાલતી વિવિધ સેમિક્ધડક્ટર પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની મુલાકાત લેતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં પણ મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજે સવારે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા સાથે તેઓ મોડિફાઈડ ઞઉઅગ યોજનાનો શુભારંભ કરાવ્યો. ત્યારબાદ બપોરે બાલોત્રામાં આશરે રૂૂ. 1.06 લાખ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી જાહેરસભા સંબોધી હતી.

ભારતના સેમિક્ધડક્ટર મિશન (ISM) અંતર્ગત માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાં આ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેને ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્લાન્ટ સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમિ પ્રા. લિમિટેડ દ્વારા રૂૂ. 7600 કરોડના જંગી ખર્ચે સાણંદમાં શરૂૂ કરવામાં આવ્યો છે. આ સેમિક્ધડક્ટર પ્લાન્ટમાં સીજી સેમી સાથે જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂૂ થવાથી સાણંદની અંદર સેમિક્ધડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત અને વિકસિત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે, ભારતમાં સેમિક્ધડક્ટર ક્ષેત્રનો આ વિકાસ આ દાયકાને ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત કરશે.