ટેકનિકલ ખામીને લીધે જ પ્લેન દુર્ઘટના સર્જાઇ હશે: US વકીલ

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાને એક વર્ષ થયું છે. આ દુર્ઘટનાના એક મહિનામાં જ અમેરિકા સ્થિત બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ કેસ…

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાને એક વર્ષ થયું છે. આ દુર્ઘટનાના એક મહિનામાં જ અમેરિકા સ્થિત બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ કેસ સાથે જોડાઈ ગયા હતા. એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, કાનૂની ટીમનું સંપૂર્ણ ધ્યાન વિમાન અકસ્માત કયા ટેકનિકલ કારણોસર થયો તેના પર કેન્દ્રિત છે.

તેમણે જણાવ્યું કે, જ્યારે આપણે વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવાઓ જોઈએ છીએ, ત્યારે વિમાન રનવે છોડે તે પહેલાં જ તેનું ઓક્સિલરી પાવર યુનિટ ડિવાઇસ બહાર આવી ગયું હોય અને વિમાન ટેક-ઓફ માટે ફરે તે પહેલાં જ કામ કરતું હોય તેવું દેખાય છે. આ બાબત ખૂબ મહત્વની છે કારણ કે તે ફ્યુઅલ સ્વિચ ટ્રાન્ઝિશનના ઉલ્લેખ પહેલાં થાય છે. ફ્યુઅલ સિસ્ટમની સમસ્યા સર્જાય તે પહેલાં પાવર યુનિટ ડીવાઈસ બહાર આવી જવું એ પ્રારંભિક રિપોર્ટની ટાઇમલાઇન કરતાં તદ્દન વિપરીત છે. તેથી અમે ટેક-ઓફ પહેલાંના એવા તમામ લક્ષણોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મેં શરૂૂઆતથી જ કહ્યું છે કે પાવર યુનિટ ડીવાઈસ શા માટે સમય કરતાં વહેલું બહાર આવ્યું તે જાણી શકીશું ત્યારે આપણને અકસ્માતનું સાચું કારણ ખબર પડી શકે છે. હું હજી પણ એવું જ માનું છું. આ એક ખૂબ જ જટિલ સિસ્ટમ છે, તેથી આપણે સાવધ રહેવું પડશે, પૂર્વગ્રહોથી બચવું પડશે અને ખુલ્લા મનથી વિચારવું પડશે.