Site icon Gujarat Mirror

રાજકોટ એરપોર્ટ ઉપર પાયલોટ્સને ટ્રેનિંગ

રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10 ફ્લાઈટની અવરજવર રહે છે. અહીં મહેસાણા, અમરેલી અને ભાવનગરની ફ્લાઇંગ એકેડેમી તેમજ મુંબઈ રિલાયન્સના પાયલોટસને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી હિરાસરમાં સ્થિત આ એરપોર્ટ એર ટ્રાવેલ પોઇન્ટની સાથે નવા પાયલોટસ માટે હબ બની રહ્યું છે.

હિરાસર એરપોર્ટમાં 3040 મીટરનો લાંબો અને આધુનિક સગવડ સાથેનો રન વે, નવી ટેક્નિકથી સજ્જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), ઈમરજન્સી બ્રેકીંગ તેમજ નાઈટ લેન્ડિંગની સગવડ હોવાને કારણે તાલીમ માટે અનુકૂળ રહે છે.

આ વિશે મળતી વિગતો મુજબ મહેસાણાથી ગુજરાત ફ્લાઈંગ કલબ, અમરેલીથી વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટયુટ, ભાવનગરની ડ્યુન્સ એર એકેડમીનાં તાલીમી પ્લેન રાજકોટનાં એરપોર્ટ અને નેવિગેશન રૂૂટ પર ટ્રેનિંગ મેળવે છે. આ ઉપરાંત ભુજ અને જામનગર એરફોર્સથી પણ અનેક વખત પ્રેક્ટિસ માટે એર ક્રાફટ આવતા હોય છે. મુંબઈમાં પાયલોટ્સને ટ્રેનિંગ માટેની ફ્લાઈટને સ્લોટ ન મળતા ત્યાંથી રિલાયન્સ કંપનીના પાયલોટ્સને પણ અહીં જ ટ્રેનિંગ આપવામાં આવે છે.

અહીં સવારે 10.30થી 12.30 અને ત્યારબાદ બપોરે 3થી 4 વાગ્યા વચ્ચે આ ટ્રેનિંગ પ્લેન આવે છે. ટીમના જણાવ્યા મુજબ ખાસ કરીને અહીં લેન્ડિંગ અને ટેકઓફની તાલીમ સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ બેઈઝ નેવિગેશન અને લેન્ડિંગ ઈક્વિપમેન્ટ વિશે માહિતી આપવામાં આવે છે. આ ટ્રેનિંગ માટે એરપોર્ટ ઓથોરિટીને એક ફલાઈટનાં રૂૂ.800 જેટલું ભાડું ચૂકવવામાં આવે છે.

Exit mobile version