Site icon Gujarat Mirror

પૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલો

શહેરમાં રૈયા રોડ પર રહેતો ફોટોગ્રાફર યુવાન પૂર્વ પત્નીની રેકડીએ દુધ પીવા જતા પુર્વ પત્નીના પતિએ ‘મારી પત્નીની રેકડીએ કેમ આવ્યો’ કહી ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણા મળતી વિગત મુજબ રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક શેરી નં.8માં રહેતા અને ફોટોગ્રાફીનું કામ કરતા ધર્મેશભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ.44)એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેની પૂર્વ પત્ની અવનીના પતિ ચેતન કરગથરા અને તેની સાથેના રાજીવ આહીરનું નામ આપ્યું છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.11ના રાત્રે 10 વાગ્યે તે ઘરેથી ગોંડલ ચોકડીએ જતો હતો ત્યારે 150 ફુટ રીંગ રોડ પર ઉમીયા ચોકમાં પહોંચતા શ્રીજી દુધ નામની રેકડીએ દુધ પીવા ઉભો રહ્યો હતો. જયાં દુધ પીધા બાદ તેના પૈસા આપવા જતા રેકડી સંચાલક તેની પૂર્વ પત્ની અની હોવાનું જાણવા મળ્યું હતુન. દરમિયાન અવનીએ તેના પતીને ફોન કરી જાણ કરતા ચેતન અને રાજીવ ધસી આવ્યા હતા અને હવે મારી પત્નીની રેકડીએ આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બાદમાં તે ઘરે જતા રહ્યા બાદ દુખાવો થતા 108 મારફત સિવિલ હોસ્પીટલમાં દાખલ થયો હતો. આ અંગે માલવીયાનગર પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version