સોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયા

ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ’ઝીરો…

ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ’ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે, જેના કારણે જિલ્લામાં હડકંપ મચી ગયો છે.

વેરાવળ વિભાગીય કચેરી હેઠળ ના કુલ સાત સબ-ડિવિઝન માં એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે 94 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચકાસણી શરૂૂ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન કુલ 2086 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહી માત્ર ચેતવણી પૂરતી નહોતી, પરંતુ કડક અમલવારી સાથે કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા અગાઉ અનેક વખત નોટિસ, જખજ અને જાહેર સૂચના ઓ આપ્યા છતાં પણ બાકી રકમ ન ભરનારા ઓને હવે સીધી અસર થઈ છે. આ ડ્રાઇવ દરમિયાન અંદાજે રૂૂા.143.38 લાખ જેટલી બાકી રકમ સામે કાર્યવાહી નોંધાઈ છે. આ પગલાંને કારણે ગ્રાહકો માં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકો તાત્કાલિક બિલ ચૂકવવા માટે કચેરીઓનો સંપર્ક કરતા પણ જોવા મળ્યા હતા. નિયમિત બિલ ચૂકવનાર ગ્રાહકોમાં આ કાર્યવાહી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી હતી.

પીજીવીસીએલ ના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ’બાકીદારો સામે આ અભિયાન સતત ચાલુ રહેશે. ગ્રાહકો સમયસર બિલ ભરે તે જરૂૂરી છે, નહીં તો આવી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.’ તેમણે ઉમેર્યું કે, વીજ ચોરી અને બાકીદારી બંને સામે વિભાગ સખત વલણ અપનાવી રહ્યો છે. આ મેગા ડ્રાઇવ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે બાકી વીજ બિલ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં નહીં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાશે.