ચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર રૂા.60 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અનેક વિભાગમાં નાણાકીય વહીવટ વગર લોકોના સામાન્ય કામ પણ નહીં થતા હોવાની બૂરરેણ વચ્ચે થોડા સમય પૂર્વે એક પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં એક…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અનેક વિભાગમાં નાણાકીય વહીવટ વગર લોકોના સામાન્ય કામ પણ નહીં થતા હોવાની બૂરરેણ વચ્ચે થોડા સમય પૂર્વે એક પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં એક પોલીસ કર્મી બિન્દાસ લાંચની રકમ લેતા ઝડપાયેલ ત્યારે ફરી ગઈ કાલે પીજીવીસીએલ કર્મચારી ને લાંચ લેતા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ લાંચિયા તત્ત્વો સામે કાર્યવાહી કરતાં લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ચોટીલા ઙૠટઈકના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં ફરજ બજાવતા હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયા ને ₹60 હજારની લાંચ સ્વીકારતાં ઝડપી પાડ્યા હતા. વીજમીટર ફરી લગાવવાની કામગીરીના બદલામાં લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવી આ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીની વાડીમાંથી PGVCLનું મીટર કચેરીમાં લઈ જવામાં આવ્યું હતું.

ત્યારબાદ મીટર પુન:સ્થાપિત કરાવવા માટે ફરિયાદીએ રજૂઆત કરતાં વીજચોરી થઈ હોવાનું જણાવી દંડ ભરવો પડશે તેમ કહેવામાં આવ્યું હતું. આ મામલે દંડની કાર્યવાહી ટાળવા અને મીટર ફરી લગાવી આપવા માટે હેલ્પર બીપીનભાઈ પારેજિયાએ કથિત રીતે ₹70 હજારની લાંચની માંગણી કરેલ હતી ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી ₹60 હજારની લાંચ સ્વીકારતાં ઝડપાઈ ગયા હતા. ACBની ટીમે લાંચની રકમ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. લાંચની માંગણી કરતા કર્મચારીઓ સામે ACBની આ કાર્યવાહીથી ભ્રષ્ટાચાર આચરનારાઓમાં ફફડાટ ફેલાયેલ શક્યતા છે.