દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે રહેલા વેપારીની વિદેશ જવા પરવાનગી માંગતી અરજી રદ

ગણેશ ગોલ્ડ પેઢીના ભાગીદાર બંધુએ માર્કેટીંગનું કામ કરતી યુવતીને બ્લેક મેઇલ કરી હવસનો શિકાર બનાવી’તી શહેરના સોની બજારમાં આવેલી ગણેશ ગોલ્ડ સોના ચાંદીની પેઢીમાં માર્કેટિંગનું…

ગણેશ ગોલ્ડ પેઢીના ભાગીદાર બંધુએ માર્કેટીંગનું કામ કરતી યુવતીને બ્લેક મેઇલ કરી હવસનો શિકાર બનાવી’તી

શહેરના સોની બજારમાં આવેલી ગણેશ ગોલ્ડ સોના ચાંદીની પેઢીમાં માર્કેટિંગનું કામ કરતી મહિલાને ઘેરે બોલાવી બ્લેક મેઇલ કરી બળાત્કાર આચરી બિભત્સ ફોટા પાડી વાયરલ કરવા બ્લેકમેઇલ કરીને પેઢીના બે ભાગીદાર સગાભાઈઓ દ્વારા વારંવાર બળાત્કાર આચરવાના નોંધાયેલા ગુનાના એક આરોપી અમિત ભીંડીની વિદેશ જવા પરવાનગી માંગતી અરજી અદાલતે નામંજુર કરી છે.

આ કેસની મુળ ફરિયાદ મુજબ શહેરના લવ ટેમ્પલ પાસે બગીચામાં ફિનાઈલ પીધેલી સ્ત્રીને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. તેણીએ ફિનાઇલ પીવાના કારણમાં સોની બજારમાં ગણેશ ગોલ્ડ સહીત વડોદરા, દુબઈ અને લંડનના શહેરોમાં સોનાને લગતું કામકાજ કરતી પેઢીમાં માર્કેટિંગને લગતું કામકાજ કરતી હતી, ત્યારે મૂળ વડોદરાના અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી અને અમીત મહેન્દ્રભાઈ ભીંડીએ માર્કેટિંગ માટે આપેલા સોનાના હિસાબ માટે સાધુ વાસવાણી રોડ પર આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટના ફલેટમાં બોલાવી અને હિસાબમાં ગોટાળો કર્યો છે. તેવો બ્લેકમેલ કરી ફલેટના રૂૂમમાં લઈ જઈ મરજી વિરૂૂધ્ધ શરીર સંબંધ બાંધેલા અને તેણીના બિભત્સ ફોટાઓ પાડી બિભત્સ ફોટાઓ બતાવી ત્રણ મહિના સુધી બન્ને ભાઈઓએ વારાફરતી શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અમિત ભીંડીએ પોતાના પુત્રના ડિગ્રી સેરેમનીમાં કેનેડા મુકામે જવા અને ધંધાના વિકાસ માટે વિદેશ જવા પરવાનગી માગતી અરજી કરી હતી. અરજીના વિરુદ્ધમાં ફરીયાદ પક્ષ તથા સરકારપક્ષે અદાલત સમક્ષ હાજર થઈ રજુઆત કરેલ કે ચાર્જશીટ ફાઈલ થયેલ નથી, વિદેશ જવા પરવાનગી આપવામાં આવશે તો વિદેશ શિફટ થવાની પેરવીમાં હોય અરજી નામંજુર કરવા રજુઆત કરવામાં આવી હતી.

બંને પક્ષકારોની રજુઆતો રેકર્ડપરની હકીકતો, મુળ ફરીયાદ પક્ષેની રજુઆતો લક્ષે લેતા કોર્ટે નોંધ્યું હતું કે, સેશન્સ અદાલતે પાસપોર્ટ રિન્યુ થયાના અઠવાડીયામાં જમા કરાવવા ફરમાવેલ શરતનું પાલન નહી કરી પાસપોર્ટ જમા નહી કરાવી શરતનો ભંગ કર્યો છે. એટલું જ નહિ, જામીન અરજીની મુળ શરતનો પણ ભંગ કરેલ હોવાની આરોપીની વર્તણુંક ધ્યાને લેતા આરોપી અરજદારની વિદેશ જવાની પરવાનગી અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવે છે.ઉપરોક્ત કામના ભોગ બનનાર ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સરકાર તરફે આર.વી. કલોલા રોકાયા હતા.