ગુજરાત

રાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ

Published

on

પોલીસ મથકોમાં ફરિયાદોના બદલે અરજીઓ લઇ તપાસમાં ફિંડલા, માત્ર ઉઘરાણામાં જ રસ

રાજકોટ શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે રેલી યોજવાની કોંગ્રેસને મંજૂરી નહીં મળતા આજે સવારે પોલીસ કમિશનર કચેરી સામે પ્લેકાર્ડ બતાવીને વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ આજે પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ કર્યા હતા કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં રાજકોટ શહેર અપરાધીનગર બન્યું છે. સમગ્ર રાજ્યમાં અને રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીંથરે હાલ બની છે. રાજકોટ શહેર પોલીસ એ ફક્ત આંકડાકીય માહિતી બતાવવા કામગીરી કરતી હોય તેવો આભાસ થઇ રહ્યો છે.

પોલીસ પ્રમાણિકતાથી કામ કરે અને પ્રજાનો પૂરતો સહયોગ મળે તો ગુનાખોરી ઘટે પરંતુ અહીંયા તો વાડ ચીભડા ગળે તેમ પોલીસમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચારને પગલે અને પોલીસની તોડ કરવાની નીતિ રીતિ ને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે.


પોલીસ મથકોમાં દલાલોનું વર્ચસ્વ વધી રહ્યું છે. રાજકોટની પ્રજા પોલીસ ને બદલે ગુનેગારોના ભરોસે ચાલી રહી છે. રાજ્યમાં રોજ ચાર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે રાજકોટમાં ચોર, લુટારા અને હત્યારા નું રાજ ચાલતું હોય તેવું જણાય છે. રાજકોટની બિહાર બનતું અટકાવો ગુજરાતમાં બાળકીઓ સલામત નથી દુષ્કર્મના કેસોમાં 398 ટકાનો વધારો બેટી બચાવો બેટી પઢાવોની ગુલબાંગો વચ્ચે હકીકત અલગ ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત પાંચ વર્ષમાં મહિલાઓને લગતા 40600 થી વધુ ગુનાઓ નોંધાયા છે.

ગત માસમાં રાજકોટમાં 6 હત્યાઓથી શહેરીજનો સ્તબ્ધ થઈ ગયા હતા. રાજકોટમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી રહી છે. સગીર બાળા અપહરણ અને દુષ્કર્મની ઘટના, છેડતીની ઘટનાઓ, મારામારીની ઘટનાઓ, ખૂની હુમલાઓમાં વધારો થયો છે. પોલીસ સ્ટેશનમાં અરજી લઈ સમાધાનની ફોર્મ્યુલા ગોઠવી દલાલો સક્રિય બન્યા છે. રાજકોટ શહેર પોલીસ મથકોમાં અરજી લઈને પોલીસ ફીંડલું વાળી દેતી હોય જેને પગલે ક્રાઈમ રેટ ઊંચો ન આવે તેની પોલીસ તકેદારી રાખે છે અને પ્રજા જ્યારે અરજી આપે છે ત્યારે તેમાં મોટો તોડ થાય છે.

ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડ ફાધરોના ઇશારે કામો કરી રહી છે. શાસક પક્ષના કાર્યકરોના ઈશારે નેતાઓ કડક પોલીસ અમલદારોને સાઈડ પોસ્ટિંગ આપી હાસ્યામા ધકેલી દેવામાં આવે છે. અને પોતાના કહ્યાગરા પોલીસ અમલદારોને મહત્વના પોલીસ મથકોમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. જે પગલે કડક પોલીસ અમલદારોનું મોરલ ડાઉન થાય છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા પણ કાલે ગઈ છે દંડનીય કાર્યવાહી કરવામાં પોલીસને સરસ છે. ખાડે ગયેલી ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં પોલીસને જરા પણ રસ નથી.


રાજકોટ શહેરમાં 68 કોર્પોરેટરો, 4 ધારાસભ્યો, 2 સંસદ સભ્યો, 1 કેબિનેટ મિનિસ્ટરો હોવા છતાં ક્રાઈમ રેટ ઊંચકાયો છે. જેને પગલે એક સમયનું શાંત અને રંગીલુ શહેર રાજકોટ આજે અશાંતિની આગમાં હોમાઇ નહીં તે માટે કોઈપણ રાજકીય પક્ષોના નેતાઓના દબાણને વશ થયા વગર કામગીરી કરે તેવા કડક અને તટસ્થ પોલીસ અમલદારની નિમણૂક કરી રાજકોટમાં પુન: શાંતિનુ નિર્માણ થાય તે જરૂૂરી છે.

આજરોજ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા કાલે છે તે પગલે આઠ દિવસ પહેલા ધરણાં અંગેની મંજૂરી માંગવામાં આવેલ હતી તેમ છતાં ભાજપના હિસાબે કામ કરતી પોલીસ વિવિધ બહાના હેઠળ મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે કોઈનો ફોન કે કોમ્પ્યુટર હેંગ થઈ જાય તો વ્યક્તિ આકુળ વ્યાકુળ થઈ જતો હોય છે.

ભાજપની માનસિકતાને લઈને આખું તંત્ર હેંગ થઈ ગયું છે રામના નામે મતો લઈને ભાજપ સત્તા સ્થાને બેઠા પછી રામરાજ્ય આવ્યું નથી ત્યારે નકલી પોલીસ મારામારી ખૂન ખરાબા ખૂબ જ વધારો થયો છે.પોલીસ ઉપર ગુંડા ભારી વાહ ભાજપ તેરી બારી, ભાજપના રાજમાં ગુંડાઓ બન્યા બેફામ સહિતના પ્લે કાર્ડમાં લખેલા સૂત્રો સાથે દેખાવો કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version