ગુજરાત
વેરાવળમાં અનેક ગુનામા સંડોવાયેલા શખ્સને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો
સિટી અને એલસીબી પોલીસે દબોચ્યો
વેરાવળ શહેરમાં અસામાજીક પ્રવૃત્તિ આચરનાર ફૈજલ ઉફે ફેજુડાને પોલીસે પાસા તળે અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી નિયંત્રણમાં રહે તે માટે અસામાજીક પ્રવૃતી કરતા સમાજ માટે ભયજનક ઇસમો જેઓ અગાઉ ગુન્હામાં સંડોવાયેલ હોય તેઓ વિરૂૂધ્ધ પાસા-તડીપાર હેઠળ કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય.
જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી દ્વારા વારંવાર ગુન્હો આચરી સમાજની શાંતિ ડહોળતા ગુનેગારોના જુના ગુન્હાઓનો ડેટા કાઢી વેરાવળમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતો ફૈજલ ઉફે ફેજુડો કાલુશાભાઇ શાહમદાર જે વારંવાર ગુન્હાઓ આચરી શહેરની શાંતી ડહોળાય તેવી ગુન્હાહિત પ્રવૃતી આચરતો હતો જેની વિરૂૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, પોલીસ અધિક્ષક મનોહરસિંહજી એન. જાડેજા મારફતે ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર ડી.ડી.જાડેજા ને મોકલતા કલેકટર દ્વારા અસામાજીક પ્રવૃતી અટકાવવા મજકુર વિરૂૂધ્ધ ભયજનક વ્યકિત તરીકેનુ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે પાસા વોરંટ ઇસ્યુ થતા જીલ્લા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, એલ.સી.બી. તથા વેરાવળ સીટી પોલીસની સયુક્ત ટીમોમાં દ્વારા પાસાના આરોપી ફૈજલ ઉફે ફેજુડો કાલુશાભાઇ શાહમદાર ફકીર ઉ.વ.26 ધંધો.મજુરી રહે.મફતીયાપરા ઝલક પાન સામે ગલીમા હાલ રહે.
મકબુલ પાનની ગલીમા, રસીલાબેન ગામેતીના મકાનમા જલારામ નગર તા.વેરાવળ જી.ગીર સોમનાથની અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ આરોપી વિરૂૂધ્ધ વેરાવળ પોલીસમાં 12 જેટલા જુદા-જુદા ગુનાઓ નોંધાયેલ છે અને અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો દ્વારા ભવિષ્યમાં ગુના આચરવામાં આવશે તો પોલીસ દ્વારા આવી જ રીતે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવનાર છે.